Sports

આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે ફેન્સમાં અનોખો ક્રેઝ, 800થી લઈ 14000રૂ. સુધીની ટિકિટો સોલ્ડ આઉટ

અમદાવાદ: આઈપીએલની (IPL) ફાઈનલ મેચ (Final Match) જોવા સૌ કોઈ ઉત્સૂક છે. આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. IPLની ફાઇનલ મેચ માટે માત્ર પાંચ દિવસ બાકી છે. મેચ જોવા માટે પ્રેક્ષકો માટે ઓનલાઈન બુકિંગ (Online Booking) શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ઓનલાઈન ટિકિટ બૂક કરતી વેબસાઈટે (Website) બહાર પાડેલા આંકડા મુજબ 800 રૂપિયા અને 1500 રૂપિયા સહિત 14,000 રૂપિયાની સુઘીની ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. અત્યારે 4,500 રૂપિયાથી 2000 રૂપિયાની ટિકિટો વેચાઈ રહી છે. મળતી માહિતી મુજબ સ્ટેડિયમ પર પણ પ્રેક્ષકોને ટિકિટ મળવાની નથી. માત્ર ઓનલાઈન બુકિંગ કરાવીને જ ટીકિટ મેળવી શકાય છે. હાલની પરિસ્થિત મુજબ GCAની ઓફિસ પર ક્રિકેટ ફેન્સ ટિકિટ અંગે માહિતી મેળવવા આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ઓફલાઈન ટિકિટ ક્યાંથી મેળવવી તથા ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા પછી ક્યાંથી કલેક્ટ કરવી એની માહિતી મેળવી રહ્યાં છે.

ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સે આક્રમક પ્રદર્શન કરી રાજસ્થાનને 7 વિકેટથી હરાવી દીધું છે. આની સાથે જ હવે હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સ IPL2022ની ફાઈનલ મેચમાં રમતા જોવા મળશે. જેની સીધી અસર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ફાઈનલ મેચની ટિકિટોના વેચાણ પર જોવા મળી રહી છે. ક્રિકેટ ફેન્સ અત્યારે માત્ર ઓનલાઈન ટિકિટો જ ખરીદી શકે છે, તેવામાં 800 રૂપિયાથી લઈ 14 હજાર સુધીની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. 29 મેના દિવસે આયોજિત આઈપીએલની ફાઈનલ મેચ પહેલા અત્યારથી જ ફેન્સમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં વિરાટ કોહલીને કારણે આરસીબી અને મહેન્દ્રસિંહ ધોનીને કારણે ચેન્નઇ સુપર કિંગના ચાહકોની સંખ્યા વધારે છે. દરેક ટીમમાં મોટા ખેલાડીને કારણે લોકો ટીમના ચાહક બને છે. ગુજરાતમાં પહેલાથી કોહલી અને ધોનીના ચાહકો વધારે છે. તેથી ફાઇનલમાં જો ગુજરાત સામે આરસીબી આવશે તો ક્રેઝ વધી જશે

રાજસ્થાન સામે રોયલ વિજય મેળવી ગુજરાત ટાઇટન્સની ટાઇટલ ભણી આગેકૂચ
પહેલી ક્વોલિફાયરમાં આક્રમક ઓપનર જોસ બટલરની 89 રનની ઇનિંગની સાથે જ કેપ્ટન સંજૂ સેમસન સાથેની 68 રનની ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે મૂકેલા 189ના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાની નોટઆઉટ શતકીય ભાગીદારીની મદદથી 3 વિકેટે કબજે કરીને મેચ 7 વિકેટે જીતવા સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Most Popular

To Top