Sports

લખનઉ સુપર જાયન્ટસનો બોલીંગ પાવર પંજાબ કિંગ્સને ભારે પડ્યો

પુણે : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) ખરાબ શરૂઆત પછી ક્વિન્ટન ડિ કોક અને દીપક હુડા વચ્ચેની 85 રનની ભાગીદારી અને પૂંછડીયાઓના ફાળાથી લખનઉ સુપર જાયન્ટ્સે મૂકેલા 154 રનના લક્ષ્યાંક સામે પંજાબ કિંગ્સ 98 વિકેટે 133 રન સુધી જ પહોંચતા લખનઉએ 20 રને જીત મેળવી હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી પંજાબ કિંગ્સને સારી શરૂઆત અપાવ્યા પછી મયંક અગ્રવાલ 25 રન કરીને આઉટ થયો હતો. તે પછી શિખર ધવન અને ભનુકા રાજપક્ષે નજીકના ગાળામાં આઉટ થતાં પંજાબે 58 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. લિયામ લિવિંગસ્ટોન મહાત્વાકાંક્ષી શોટ મારવા જતાં આઉટ થયો હતો અને જીતેશ શર્મા અને જોની બેયરસ્ટોની વિકેટ સાથે પંજાબે 103 રનમાં છ વિકેટ ગુમાવી હતી અને 20 ઓવરા અંતે તેઓ 8 વિકેટે 133 રન સુધી જ પહોંચતા લખનઉ સુપર જાયન્ટ્સનો 20 રને વિજય થયો હતો.

પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સે ઇનફોર્મ કેપ્ટન કેએલ રાહુલની વિકેટ શરૂઆતમાં જ ગુમાવી હતી. જો કે તે પછી ડિ કોક અને હુડાએ મળીને 85 રનની ભાગીદારી કરીને બાજી થોડી સુધારી હતી. બોર્ડ પર 98 રન હતા ત્યારે ડિ કોકની વિકેટ અને 104 સ્કોર હતો ત્યારે હુડાની વિકેટ પડ્યા પછી માત્ર 7 રનના ઉમેરામાં લખનઉએ કૃણાલ પંડ્યા, આયુષ બદોની અને માર્કસ સ્ટોઇનિસની વિકેટ ગુમાવી હતી. જેસન હોલ્ડર આક્રમક બને તે પહેલા તે પણ અંગત 11 રને આઉટ થયો હતો. તે પછી દૂશ્મંતા ચમીરાએ 10 બોલમાં 17 અને મોહસીન ખાને 6 બોલમાં 13 રન કરતાં લખનઉ 153 રનના સ્કોર સુધી પહોંચ્યું હતું. પંજાબ વતી કગિસો રબાડાએ 4 જ્યારે રાહુલ ચાહરે 2 અને સંદીપ શર્માએ 1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top