Entertainment

શાહરુખ ખાન કે ઈબ્રાહિમ? બેશર્મ રંગ ઉપરનો આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

નવી દિલ્હી: શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને (Pathan) લઈને હાલમાં હંગામો ચાલી રહ્યો છે. પઠાનનું સોંગ (Song) બેશર્મ રંગમાં ભગવા બિકિનીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેના વચ્ચે એક એવો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાઈરલ થયો છે જેને જોઈ કદાચ કહી શકાય કે શાહરુખ પોતે પણ ચોંકી જશે. કિંગખાનના હમશકલનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. જેને જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે તેમજ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આબેહૂબ શાહરૂખ જેવું કોઈ કેવી રીતે દેખાઈ શકે!

સોશિયલ મીડિયા ઉપર દરરોજ કંઈક ને કંઈ નવુ સામે આવતું જ હોય છે. આ વખતે કિંગખાનને આબેહૂબ દેખાતો એક વ્યકિતનો વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. શાહરુખની ફિલ્મ પઠાનના ગીત બેશર્મ રંગ ઉપર વીડિયો બનાવનાર શખ્શ ઈબ્રાહિમ કાદરી હાલ ચર્ચામાં છે. ઈબ્રાહિમ ન તો માત્ર શાહરુખ જેવો દેખાતો હતો બેશર્મ રંગ ગીતમાં તેવો જ લૂક પણ અપનાવ્યો હતો. વીડિયોમાં તેનો લૂક અને સ્ટાઈલ સાથે એકસ્પ્રેશન બોલિવૂડના કિંગ ખાન જેવા જ હતાં. ઈબ્રાહિમના ફોટા અને વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. પહેલી નજરમાં ઈબ્રાહિમને જોઈ કહેવું મુશ્કેલ હતું કે તે ઈબ્રાહિમ છે કે પછી શાહરુખ. તેના ફોટો અને વીડિયો જોઈને એમ કહી શકાય કે તે શાહરુખની કાર્બન કોપી છે.

ઈબ્રાહિમ કાદરીની વાત કરીએ તો તે ઈંસ્ટાગ્રામ ઉપર નાના-નાના વીડિયો બનાવે છે. તેના ઈન્સ્ટા બાયોમાં તેણે પોતાને એન્ટટેન્ર કહ્યો છે. આ ઉપરાંત તે સેનિયોરીટા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળ્યો હતો. ઈન્સ્ટા ઉપર તેના 229 હજાર ફોલોઅર્સ છે. હવે જોવું રહ્યું કે શાહરુખની પોતાના આ હમશકત સાથે મુલાકાત થશે કે કેમ કે પછી તેને આ વાત અંગેની જાણ થશે કે કેમ અને જો જાણ થઈ તે તેનું શું રિએકશન હશે.

Most Popular

To Top