Gujarat

વિશ્વના સૌથી મોટા સોલાર-વિન્ડ પાર્કની 100 ટકા કામગીરી 2026માં પૂર્ણ કરાશે

ગાંધીનગર : વિશ્વના (World) સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ (Kutch) જિલ્લાના ખાવડા ખાતે નિર્માણાધિન સોલાર વિન્ડ પાર્કની (Solar Wind Park) સો ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે, તેવુ વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ જણાવ્યું હતું.

વિધાનસભામાં ગુજરાતમાં કાર્યરત વીજ ક્ષમતાના પ્રોજેક્ટના પ્રશ્નના લેખિત જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈ જણાવ્યું હતું કે, ખાવડા ખાતે નિર્માણાધિન આ પાર્કમાં ૫૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં તથા ૧૦૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે. આ માટે ૨૫,૦૦૦ મેગાવોટની ફાળવણી વિવિધ ડેવલપરોને કરવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૦ કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

પાટણના ચારણકા સોલાર પાર્ક ખાતે ૭૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પાર્કમાં ૩૬ ડેવલપરો દ્વારા ૧૦૦ ટકા ક્ષમતા વીજ ઉત્પાદન કરવામાં આવી રહી છે. એ જ રીતે રાધાનેસડા સોલાર પાર્ક ખાતે ૫૦૦ મેગાવોટ અને ધોલેરા ખાતે ૩૦૦ મેગાવોટ સોલાર પાર્ક કાર્યરત છે.

છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય સોલાર પાર્ક થકી ૪,૩૦૪.૬૮ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું છે. જેમાં ચારણકા સોલાર પાર્ક ખાતે ૨,૫૧૪.૭૧ મિલિયન યુનિટ, ધોલેરા પાર્ક ખાતે ૫૦૪.૭૯ અને રાધાનેસડા પાર્ક ખાતે ૧,૨૫૮.૧૮ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થયું છે.

Most Popular

To Top