SURAT

આપ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખને ગુંડા કહેવાતા ભાજપ-આપના કાર્યકરો વચ્ચે સોશિયલ મીડિયા વોર

સુરત: સુરત મનપાના મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટી (aam aadmi party) એ હવે શાસકોને આક્રમક વિરોધ દ્વારા ભીંસમાં લેવાનું શરૂ કરતા જ ભાજપની દુખતી નસ દબાઇ છે. તેમાં પણ બજેટ (smc) ની સામાન્ય સભામાં આપના નગર સેવકો અને કાર્યકરોના ઉગ્ર વિરોધને દબાવવા માટે પોલીસનો સહારો લેવો પડયો હતો.

જે મુદ્દે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં પોસ્ટનો મારો ચલાવ્યો હતો જયારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાિયાએ તો સુરત મનપાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંચાલીત તેમજ પોલીસને ભાજપનો હાથો ગણાવી સી.આર.પાટીલને ગુંડા કહી દીધા હતા તેથી ભાજપના કાર્યકરોએ પણ તેની સામે સોશિયલ મીડિયા (social media)માં પોસ્ટનો મારો ચલાવ્યો છે. જો કે ભાજપ દ્વારા જે રીતે આમ આદમી પાર્ટી બાબતે રિએકશન આપવામાં આવી રહ્યાં છે તેના કારણે આમ આદમી પાર્ટીને જ લાભ મળી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ભાજપ શાસકો બેકફૂટ પર દેખાઇ રહ્યાં છે. આપના કાર્યકરો ભાજપના દમન તેમજ સી.આર.પાટીલની તાનાશાહી બાબતે પોસ્ટ મૂકીને કોમેન્ટ કરી રહ્યાં છે તો સામે પક્ષે ભાજપના કાર્યકરો આપના કાર્યકરોને ‘આપિયા’ તરીકે સંબોધીને તેમના આવા ટપોરીઓને જવાબ આપવા રોડ પર ઉતરી પડવું પડશે તેવી પોસ્ટ મુકી રહ્યાં હોય, શહેરનો માહોલ ગરમાઇ રહ્યો છે.

અગાઉ આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ સુરત મનપાના પદાધિકારીઓને આપવામાં આવતી સવલતો અંગે વિરોધ કર્યો હતો. પદાધિકારીઓને જે આઈફોન (iphone) વાપરવા માટે આપવામાં આવે છે તે અંગે ધર્મેશ ભંડેરીએ આઈફોન ન આપી માત્ર સાદો એન્ડ્રોઈડ(android)નો સસ્તો ફોન આપવા માંગણી કરી હતી. જે અંગે ભાજપના નેતાઓ દ્વારા અકળામણ શરૂ કરવા માંડી હતી. બળાપો કાઢતાં ભાજપનાં મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યું હતું કે, ‘‘પેલા આપીયાને સમજાવો કોક, એન્ડ્રોઈડ ફોન એ આઈફોન જેટલો જ મોંઘો આવે, બહુ હોંશિયારી હોય તો ફોન જ ના લેવાય…’’

બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ‘‘કાલે વરાછા ચોપાટી પર બેઠા એક આપીયા ભાઈ માથું ખંજવાળતા હતા. રસ્તા પર જતા એક ભાઈએ પૂછ્યું શું થયું. તો કે અમને કીધું છે, પાર્ટીમાંથી કે સત્તા પક્ષની ભૂલો શોધો…પણ સાલુ આજે મળી નહીં’’. એક બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાના રૂપિયાનો બેફામ ઉપયોગ ન કરવા સત્તાપક્ષને અપીલ કરાઈ રહી છે, તેમાં પણ ભાજપના કોર્પોરેટરોને વાંધો આવતો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. અન્ય એક પોસ્ટમાં ઉર્વશી પટેલે એવું પણ લખ્યું હતું કે, ‘મોબાઇલ કરતાં તમને ફાળવાયેલી ગાડી ઘણી મોંધી છે, તે પણ ના લેવાય ભાઇ’.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top