Dakshin Gujarat

રેલવે દ્વારા ઉઘાડી લૂંટ: દ.ગુ.માં છ મેમુ ટ્રેન શરૂ કરશે, પરંતુ ભાડું એક્સપ્રેસનું વસૂલશે

SURAT : રેલવે દ્વારા મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. હાલમાં ચાલતી મેમુ ટ્રેનના ભાડાના બદલે મેલ એક્સપ્રેસ ટ્રેન ( MAIL EXPRESS TRAIN) નું ભાડુ વસૂલવાનો મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા વડોદરાથી વાપી વચ્ચે અપડાઉન કરનારા રોજીંદા મુસાફરો માટે વેસ્ટર્ન રેલવે દ્વારા મેમૂ શરૂ કરીને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. પરંતુ મુસાફરો પાસેથી લૂંટ ચલાવવાનો કારસો રેલવે દ્રારા રચવામાં આવ્યો હોવાનું ફલિત થઇ રહ્યું છે. વેસ્ટર્ન રેલવે દ્વારા સુરત-વિરાર ( SURAT VIRAR MEMU) અને વિરાર-ભરૂચ ( VIRAR BHARUCH MEMU) સહિતની 6 જેટલી અન રિઝર્વ મેમુ ટ્રેનમેલ-એક્સપ્રેસ ટ્રેનના ભાડા સાથે દોડાવવા આવશે.

આગામી છ એપ્રિલથી સુરત-વિરાર વચ્ચેની મેમુ ટ્રેન સુરતથી દરરોજ સાંજે 6-35 કલાકે રવાના થશે અને મોડીરાત્રે 11:35 કલાકે વિરાર પહોંચશે. વિરાર-ભરૂચ ટ્રેન વિરારથી દરરોજ વહેલી સવારે 4:35 કલાકે રવાના થશે અને સવારે 11:20 કલાકે ભરૂચ પહોંચશે. આગામી તારીખ 7 એપ્રિલથી સુરત-ભરૂચ મેમુ ભરૂચથી બપોરે 12:20 કલાકે ઉપડી 13:55 કલાકે સુરત આવશે. વિરાર-દહાણું અને દહાણું-બોરીવલી 7 એપ્રિલથી તથા બોરીવલી-વલસાડ ટ્રેન આગામી તારીખ 8 એપ્રિલથી દોડાવવામાં આવશે. આગામી તારીખ 6 એપ્રિલથી છ જેટલી મેમુ દોડાવવામાં આવશે. પરંતુ મેમુ ટ્રેનના ભાડાને બદલે મેલ-એક્સપ્રેસ ટ્રેનનું ભાડું વસૂલવામાં આવશે.

થોડા દિવસ અગાઉ ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતથી મહુવા વચ્ચે દોડનારી ટ્રેનને કોરોના કાળ દરમ્યાન બંધ કરવામાં આવતા સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. તેઓને લકઝરી બસોમાં મોંઘુ ભાડું ખર્ચીને રોજિંદા ભાવનગર તરફ પ્રવાસ કરવો પડી રહયો છે. આ અંગે સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા ચેમ્બરને રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બરની રેલ્વે કમિટી દ્વારા આ અંગેની નોંધ લઇ સુરતથી મહુવા વચ્ચે ડેઇલી ટ્રેનને દોડાવવા માટેના મુદ્દા ઉપર ચર્ચા કરાઇ હતી અને તેને આધારે રેલ્વે મંત્રી પીયુષ ગોયલ તથા સાંસદ દર્શના જરદોશને રજૂઆત કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top