Gujarat

DMIC અંતર્ગતની ધોલેરા SIR પરિયોજના રાજ્ય સરકારની મુખ્ય પરિયોજના

ગાંધીનગર: દિલ્હી-મુંબઇ (Delhi-Mumbai) ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અંતર્ગત ગુજરાતની (Gujarat) આ પરિયોજના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની પરિકલ્પના પર સાકાર થઇ રહેલી રાજ્ય સરકારની મુખ્ય પરિયોજના છે. કેન્દ્ર સરકારના સહયોગથી આ પરિયોજના પી.એમ ગતિશક્તિ માસ્ટર પ્લાન અને મલ્ટિમોડેલ કનેક્ટિવિટીમાં માઇલસ્ટોન સાબિત થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્ષ કમિટીની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા. ગુજરાત ઉપરાંત હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા અન્ય રાજ્યોના ઉદ્યોગ મંત્રીઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ધોલેરા SIRને કેન્દ્ર સરકારના મળી રહેલા સંપૂર્ણ સહકારથી જ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ શક્યું છે. એટલું જ નહિ, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અહિ એક્સપ્રેસ-વેનું નિર્માણ થઇ રહ્યું છે. ધોલેરામાં સ્થપાનારા ઉદ્યોગો માટે રેલ્વે કનેક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાતના સંદર્ભમાં કહ્યું કે આ હેતુસર ભીમનાથ ધોલેરા રેલ પરિયોજના માટે જમીન સંપાદનની પ્રક્રિયા પ્રગતિમાં છે. સંયુકત માપણી સર્વેક્ષણ પુરૂં થઇ ગયું છે. આવનારા ૬ મહિનામાં આ રેલ પરિયોજના માટે જમીન ઉપલબ્ધિ સાથોસાથ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા પણ રાજ્ય સરકાર કાર્યરત છે.

Most Popular

To Top