Dakshin Gujarat

ભાડાના પૈસા ન હોવાથી ભીમસિંગે ભરૂચના વેપારીને 16 કલાક બંધક બનાવી રાખ્યો અને..

ભરૂચ: હરિયાણાના (Haryana) યુવકે અંકલેશ્વરના (Ankleswar) ફોસ્કો જીપ્સમ પાઉડરના વેેપારીને બંદૂકની (Gun) અણીએ લૂંટ લીધો હતો. ફિલ્મી સ્ટાઈલમાં વેપારીને કારમાં બેસાડી સૂમસાન જગ્યાએ લઈ જઈ ટોળકીએ બંદૂકના અણીએ 16 કલાક બંધક બનાવી રાખ્યો. 16 કલાક બાદ 15.48 લાખ મળતા ધમકી આપી તેને છોડી દીધો હતો. પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા, આરોપી રાજસ્થાનથી પકડતા લૂંટાના મોટા ખુલાસા સામે આવ્યા હતા.

ભરૂચના (Bharuch) ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય અપૂર્વ ભરત શાહ મરિન અને ફોસ્ફો જીપ્સમ પાઉડરના વેપારી છે. ધંધાના સંબંધોને લઈ ૯ મહિનાથી ભીમસિંગ સોરેન ઉર્ફે ભીમો માનસિંગ ચોરાન (મૂળ રહે.,નલોઈ, હરિયાણા તથા હાલ રહે.,સિલ્વર સિટી ફ્લેટ, મીરાંનગર, અંકલેશ્વર) સાથે થયો હતો. ભીમસિંગના મનમાં વેપારી અપૂર્વ શાહને વિશ્વાસમાં લઈ મોટી રકમ કઢાવવાની તરકટી ચાલ હતી.

  • જીપ્સમના વેપારીનું અપહરણ કરી લૂંટ કરનાર ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
  • હરિયાણાનો ભીમસિંગ અંકલેશ્વરમાં ભાડે રહેતો હતો

અપૂર્વભાઈને વડોદરામાં સારું જીપ્સમ હોવાનું કહી તા.૨૩ એપ્રિલે ક્રેટા કારમાં ભીમસિંગ સહિત ટોળકીઓ સાથે નીકળ્યા હતા. કરજણ ટોલ ટેક્સથી ભીમસિંગે ક્રેટા કાર લઈ પોરની ૫ કિ.મી. દૂર વેરાન જગ્યાએ લઇ જઈ બંદૂકની અણીએ અપૂર્વભાઈને ૧૬ કલાક બંધક બનાવી રૂ.૧૫.૪૮ લાખ ધમકી આપીને કઢાવી લીધા હતા. આ ટોળકી પાસેથી છૂટ્યા બાદ અપૂર્વ શાહે ભરૂચ સી-ડિવિઝન પોલીસમાં ભીમસિંગ સહિત અન્ય ૫ આરોપી સામે ખંડણી અને લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ઘટનાને પોલીસે ગંભીરતા લઈ ટેક્નિકલ સોર્સિસના આધારે મુખ્ય સૂત્રધાર ભીમસિંગ હરિયાણાથી રાજસ્થાન આવ્યો હોવાની માહિતી મળતાં ભરૂચ પોલીસે રાજસ્થાનના ચુરૂ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઝડપાયેલા ભીમસિંગની સઘન પૂછપરછ કરતાં સ્ફોટક કબૂલાત કરી હતી કે, અંકલેશ્વરમાં તેઓ ભાડાના મકાનમાં રહેતો હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થઇ હતી. એ માટે હરિયાણાના નલોઇ ગામના ખુંખાર ગુનેગાર આઝાદસિંગને કહ્યું કે, એક પાર્ટી છે. જે આસાનીથી 40-50 લાખ આપી દેશે. એ પાર્ટીને મારા પર ભરોસો છે. કહીશ ત્યારે મારી સાથે આવશે. તારી ગેંગના સાગરીતોને લઈ ગુજરાત આવજે. અપહરણ કરી ધમકાવીને પૈસા કઢાવીશું. જેના પગલે આઝાદસિંગ સાથે અમિત ઉર્ફે મીતા (રહે.,સત્રોડ, તા.હિસાર, જિ.ભીવાની), પ્રકાશ (રહે.,બરવા, તા.શિવાની, જિ.ભીવાની), દરિયા ઉર્ફે વિજય (રહે.,હરિયાણા) અને રાધે (રહે.,હરિયાણા)એ પોતાની બોલેરો ગાડીમાં અંકલેશ્વરમાં આવી આખા રેકેટને અંજામ આપ્યો હતો. આ પ્રકરણમાં હરિયાણાની આખી વોન્ટેડ ટોળકીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Most Popular

To Top