National

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકવાદી ઠેકાણું પકડાયું, હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા

જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. અહીંથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓના (Terrorist) ઠેકાણામાંથી મળી આવેલા હથિયારોમાં બે એકે રાઈફલ, છ મેગ્ઝિન, 69 રાઉન્ડ, એક પિસ્તોલ અને પાંચ હેન્ડ ગ્રેનેડનો સમાવેશ થાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર સુરનકોટ તહસીલના નબના ગામમાં પોલીસ અને સેનાના સંયુક્ત સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઓપરેશન દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

  • જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો
  • માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા
  • બે એકે રાઈફલ, છ મેગ્ઝિન, 69 રાઉન્ડ, એક પિસ્તોલ અને પાંચ હેન્ડ ગ્રેનેડ મળ્યા
  • ઓપરેશન દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી નથી

આ પહેલાં પણ હથિયારો મળી આવ્યા હતા
તે જ મહિનામાં, 12 નવેમ્બરના રોજ, રાજોરી જિલ્લાના કાંડી અને બુધલ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન, સેના અને પોલીસે આતંકવાદીઓના ઠેકાણાનો ખુલાસો કર્યો હતો. ત્યાંથી હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા હથિયારોમાં 6 ડિટોનેટર, પાંચ ગ્રેનેડ, એકે 47નું એક મેગ્ઝિન અને લગભગ 30 એકે રાઉન્ડનો સમાવેશ થાય છે.

લશ્કરના કમાન્ડરની ધરપકડ કરાઈ હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર બુધલ પોલીસ સ્ટેશન વિસ્તારના તરગાઈ અને સમોતના જલમંગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. લશ્કરના કમાન્ડર તાલિબ હુસૈન શાહની પોલીસે રિયાસીના એક ગામમાંથી ધરપકડ કરી હતી. શાહ કંડી બુદ્ધલ દરાજ ગામનો રહેવાસી છે અને અહીં જંગલ વિસ્તારમાં સક્રિય રહ્યો હતો.

Most Popular

To Top