National

સરકારને મોટો ઝાટકો: સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાઓના અમલ પર વચગાળાનો સ્ટે લગાવ્યો

નવી દિલ્હી (New Delhi): છેલ્લા 40થી વધુ દિવસથી આંદોલન (Farmers’ Protest) કરી રહેલા ખેડૂતોની મહેનત ફળી છે. SC સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રએ પસાર કરેલા નવા કૃષિ કાયદાઓ (Farm Law/Bills 2020)ના અમલ પર ભારે વિવાદ પછી સ્ટે મૂકી દીધો છે, SC નો આ નિર્ણય આંદોલન કરી રહેલા છ રાજ્યોના લાખો ખેડૂતોની તરફેણમાં છે. આજે સુનાવણી દરમિયાન ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે કહ્યુ હતુ કે PM મોદી આ મામલે દખલ કરી રહ્યા નથી. ત્યારે CJI એ કહ્યુ હતુ કે SC PM મોદીને આ મામલે દખલ કરવા સૂચન કરી શકે નહીં. ઠંડી,વરસાદ, વોટર કેનનનો સામનો કરી 1 મહિના કરતા પણ વધુ સમયથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો માટે આ એક ઐતિહાસિક જીત સાબિત થશે.

ચીફ જસ્ટિસ: અમે કાયદાના અમલને અત્યારે સસ્પેન્ડ કરવા માંગીએ છીએ, પરંતુ ટેમ્પરરી બેઝ્ડ પર નહીં. અમે કમિટીમાં વિશ્વાસ કરીએ છીએ અને અમે તેને બનાવીશું. આ કમિટી ન્યાયિક પ્રક્રિયાનો હિસ્સો બનશે. કમિટી એટલા માટે બનશે જેથી તસવીર સ્પષ્ટ રીતે સમજી શકાય.

https://gujaratmitra.in/pm-modis-live-interaction-with-farmers/

ચીફ જસ્ટિસ: અમે એ દલીલ પણ સાંભળવા નથી માંગતા કે ખેડૂત આ કમિટી પાસે નહીં જાય. અમે મુદ્દાનો ઉકેલ ઈચ્છીએ છીએ. જો ખેડૂત હેતુ વગરનું આંદોલન કરવા માંગે છે તે કરે, પરંતુ જે પણ વ્યક્તિ મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે તે આ કમિટી પાસે જશે. કમિટી કોઈને સજા નહીં આપી શકે, ન તો આદેશ જાહેર કરી શકશે. તે માત્ર અમને રિપોર્ટ આપશે. આ રાજકારણ નથી. રાજનીતિ અને જ્યુડિશિયરીમાં ફરક છે. તમારે કો-ઓપરેટ કરવાનું રહેશે.

એમ એલ શર્મા (કૃષિ કાયદાને પડકાર આપતા મુખ્ય પિટીશનર): જસ્ટિસ જેએસ ખેહર, જસ્ટિસ જીએસ સિંધવી કમિટીમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે, ઘણાં લોકો ચર્ચા કરવા આવ્યા પરંતુ વડાપ્રધાન સામે નથી આવતા.
ચીફ જસ્ટિસ: અમે વડાપ્રધાનને બેઠકમાં જવા માટે ન કહી શકીએ. વડાપ્રધાનના બીજા ઓફિશિયલ્સ અહીં હાજર છે.

એમ એલ શર્મા: નવા કૃષિ કાયદા અંતર્ગત જો કોઈ ખેડૂત કોન્ટ્રાક્ટ કરશે તો તેમની જમીન વેચી પણ શકાય છે. આ માસ્ટરમાઈન્ડ પ્લાન છે. કોર્પોરેટ્સ ખેડૂતોની ઉપજને ખરાબ ગણાવી દેશે અને દેવું ભરવા માટે તેમને તેમની જમીન વેચવી પડશે.

બંને પક્ષોએ કહ્યું કે, તેઓ 15 જાન્યુઆરીએ ફરી વાતચીત કરશે. અમે ઉકેલ ઈચ્છીએ છીએ. ખેડૂત યુનિયનો સાથે જોડાયેલા ઘમાં સંગઠનોએ અમને કહ્યું કે, કૃષિ કાયદાથી વિકાસ થશે અને સરકારે પીછે હટ ન કરવી જોઈએ. હવે કાલે કોઈ સંગઠન કહે કે, જે કાયદાથી અમને ફાયદો થતો હતો તે અમુક ગ્રૂપના વિરોધના કારણે કેમ રદ કરી દેવામાં આવ્યો? તો અમે શું જવાબ આપીશું. માટે કાયદા પર પ્રતિબંધ લગાવી શકાય નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top