Dakshin Gujarat

પાનોલીમાં ગેસ લીકેજ થતાં અડધી રાત્રે લોકો હાઈવે તરફ દોડ્યા, સંજેલી ગામ ખાલી કરાવાયું

ભરૂચ(Bharuch) : અંકલેશ્વર (Ankleshwar) બુધવારે રાત્રે 8 વાગ્યાના સુમારે તાલુકાના સંજેલી (Sanjeli) ગામના લોકોને અચાનક આંખમાં બળતરા અને ગભરાટની સમસ્યા શરૂ થઈ હતી. એક-બે વ્યક્તિઓ નહીં પરંતુ લગભગ આખા ગામને આ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. આવા સમયે અફવાઓ પણ દાવાનળની જેમ ફેલાય હતી. ખતરનાક ગેસ લીક (Gas Leakage) થવાની વાત ફેલાતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. અંદાજિત 1,000 લોકો સલામતી માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરફ દોડ્યા બાદ જિલ્લા કલેકટરે વાતાવરણમાં કોઈ ખતરનાક ગેસ ન હોવાની સ્પષ્ટતા કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાનોલીની કેમિકલ કંપનીમાં (Panoli Chemical Company Fire) આગની ઘટના બાદ સાંજે આ ગેસ ઉત્પન્ન થયો હતો.

  • પાનોલીની અક્ષરનિધિ પ્લાન્ટમાં આગની ચપેટ બાદ સંજેલી ગામના લોકો ગણતરીના સમયમાં ભાગી ગયા
  • વહીવટી તંત્રએ રાતોરાત 1000 લોકો માટે રાહત કેમ્પ શરૂ કરવો પડ્યો
  • ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ઘટનાનું સીધું નિરીક્ષણ કર્યું
  • ભરૂચ જિલ્લાની બે હોસ્પિટલો સ્ટેન્ડબાય બેડ રખાયા: લોકોને આંખોમાં બળતરાની ફરિયાદ
  • પાનોલી જીઆઈડીસીની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ આ ઘટના બની

ભરૂચ જિલ્લા અધિક કલેક્ટર એન.એસ.ધાંધલના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ જોખમી નથી. વધુમાં વધુ લોકોએ આંખમાં બળતરાની ફરિયાદ કરી હતી. ગ્રામજનોની મદદ માટે મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં સંજેલી ગામના 1000 જેટલા અસરગ્રસ્તો માટે રાહત શિબિર પણ શરૂ કરવામાં આવી હતી. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ગ્રામજનોને પાછા ફરવાની સૂચના આપવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ઘટનાનું સીધું નિરીક્ષણ કર્યું હતું. જીપીસીબીની (GPCB) ટીમ સાથે મોનીટરીંગ શરૂ કરાયું હતું. જિલ્લાની બે હોસ્પિટલોમાં સ્ટેન્ડબાય બેડ રાખવામાં આવ્યા હતા. પાનોલી જીઆઈડીસીની અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આગમાં ફાર્મા કંપનીનો આખો પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો.

કંપનીમાં આગ બાદ કલોરિન ગેસ વછૂટતાં સંજાલીના 20 લોકોને સામાન્ય અસર
સંજાલી ગામમાં લોકોને ગેસની અસર થતાં તેઓ જીવ બચાવવા માટે ગામ છોડીને હાઇવે પર દોડી આવ્યાં હતાં.કંપનીમાં આગની ઘટના બાદ તે જ કંપનીમાંથી કલોરીન ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે.108ની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 20 જેટલા દર્દીઓ મળી આવ્યાં છે અને તેમનું ઓકિસજન લેવલ ઓછું હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી દવાખાનાઓમાં ખસેડવામાં આવી રહયાં છે.

Most Popular

To Top