National

‘જો આજે બાળાસાહેબ જીવતા હોત તો…’: સમીર વાનખેડેની પત્નીએ ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પત્ર લખ્યો

આર્યન ખાન ડ્રગ કેસમાં (Aryan Khan Drugs Case) નવાબ મલિકના (Nawab Malik) આરોપોને લઈને શંકાના દાયરામાં આવેલા NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની (Samir Vankhede) પત્નીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (Udhdhav Thakrey) ખુલ્લો પત્ર લખીને ન્યાયની વિનંતી કરી છે. ક્રૂઝ પાર્ટી ડ્રગ કેસની તપાસ કરી રહેલા સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે (Kranti Redkare) ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યમાં મહિલાની ગરિમા સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે. જો આજે બાળાસાહેબ ઠાકરે હોત તો આવું ન થાત. 

નવાબ મલિકના ઘૃણાસ્પદ આરોપો પછી, સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રાડકર વાનખેડેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો, “દરરોજ લોકોની સામે અમને અપમાનિત કરવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યમાં સ્ત્રીની ગરિમા સાથે રમત રમાઈ રહી છે. બાળાસાહેબ આજે અહીં હોત તો તેમને જરાય ગમ્યું ન હોત.

તેણે ટ્વિટર પર શેર કરેલા પોતાના પત્રમાં આગળ લખ્યું, ‘તે (બાળાસાહેબ) આજે અહીં નથી પરંતુ તમે છો. અમે બાળાસાહેબને તમારામાં જોઈએ છીએ, અમને તમારામાં વિશ્વાસ છે. મને ખાતરી છે કે તમે મારી સાથે અને મારા પરિવાર સાથે અન્યાય થવા દેશો નહીં. એક મરાઠી તરીકે, હું ન્યાયની આશા સાથે તમારી તરફ જોઉં છું. હું તમને ન્યાયની વિનંતી કરું છું.’

નોંધનીય છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પકડાયો છે ત્યારથી નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે અને તેના પરિવારો પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. સમીર વાનખેડેના લગ્ન, તેના નામ અને ધર્મ સહિત અનેક મુદ્દે કાદવ ઉછાળવામાં આવ્યા છે. સમીર વાનખેડેએ રૂપિયા 18 કરોડની લાંચ માંગી હોવાના પણ આક્ષેપ કર્યા છે. તે ઉપરાંત ડ્રગ્સ માફિયા એક દાઢીધારી શખ્સ સાથેના સમીર વાનખેડેના સંબંધો તરફ પણ ઈશારો કર્યો છે. આ કેસમાં સમીર વાનખેડે પર વારંવાર મુકવામાં આવતા આરોપોના પગલે હવે વાનખેડેની અભિનેત્રી પત્ની તેના બચાવમાં બહાર આવી છે.

Most Popular

To Top