તા.૨૪ એપ્રિલ, એક એવી વ્યક્તિનો જન્મદિવસ કે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. પાના અને પુસ્તકો ભરીને જેને વિશે લખાયું છે એ, ભારત સરકારના ચારેય નાગરિક સન્માનો મેળવનાર, રાજ્યસભાના સભ્ય, માસ્ટર બ્લાસ્ટર અને પરિચિતોમાં તેન્દુલ્યાના નામે ઓળખાતા ક્રિકેટ વિશ્વના ઘણા બધા વિક્રમોને પોતાની સાથે જોડીને તેને ગૌરવ અપાવનારા,ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાતા અને દિગ્ગજ બેટ્સમેન ડોન બ્રેડમેને પણ જેની પ્રસંશા કરી હતી એ સચીન રમેશ તેંડુલકરનો જન્મ ૨૪/૪/૧૯૭૩ના રોજ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના આ ભૂતપૂર્વ કપ્તાન એક દિવસીય મેચમાં પહેલી બેવડી સદી કરનાર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે આંતરરાષ્ટ્રીય મેચોમાં શતકનો આંકડો પાર કરી ૪૬૩ એક દિવસીય મેચોમાં ૪૪.૬૩ રનની સરેરાશ સાથે ૧૮૪૨૬ રન કર્યા છે.૨૦૦ ટેસ્ટ મેચોમાં ૫૩.૭૮ રનની સરેરાશ સાથે ૧૫૯૨૧ રન કર્યા છે.સર્વોચ્ચ ૨૪૮ ટેસ્ટમા ૪૬ અને વન ડે માં ૧૫૪ વિકેટો પોતાની બોલિંગથી ઝડપી છે. તેમણે વન ડે માંથી ૨૦૧૨માં અને ટેસ્ટમાંથી ૨૦૧૩ માં નિવ્રુત્તિ લીધી હતી.ટેસ્ટ મેચોમાં ૫૧ અને વન ડે માં ૪૯ એમ કુલ ૧૦૦ સેન્ચુરી તેમના નામે બોલે છે.
સુરત – સુરેન્દ્ર દલાલ
સુપ્રીમ કોર્ટનું શાસન સમજવું મુશ્કેલ
દેશની સર્વોચ્ચ અદાલતમાં આજે છેલ્લા દસ વર્ષથી સાતથી આઠ લાખ બેન્ક નિવૃત્તોના કેસમાં છેલ્લા બે ત્રણ વખતથી ના સમજાય તેવું બને છે. શરૂઆત ૯-૪થી થઇ, એ દિવસે અમારા કેસની તારીખ ૧૫ અપાઈ હતી પણ કેસ ન ચાલ્યો પછી ૧૬ તારીખે બોર્ડ પર અમારા કેસનો નંબર બીજો જ હતો, પણ પહેલા નંબરનો કેસ એટલો લાંબો ચાલ્યો કે અમારા કેસ માટે આદરણીય જજ સાહેબે ૨૨-૦૪-૨૬ ની તારીખ આપી, પરંતુ તા.૧૭ એપ્રિલે કેન્દ્ર સરકારના વકીલશ્રીએ જજ સાહેબ પાસે અમારા કેસ માટે બે અઠવાડિયા પછીની મુદત માંગી, પરંતુ તા. ૧૮-૦૩-૨૦૨૬ નાં મુખ્ય ન્યાયાધીશશ્રીના પરિપત્રને આધારે એમને અમારો કેસ જ્યાં ચાલે છે તે કોર્ટ નંબર ૨ નાં જજ સાહેબે એ મુદત આપવાનો ઇનકાર કર્યો. હવે અમારા કેસની તારીખ કઈ આવશે તેનાથી અમે નિવૃત્તો અજાણ છેએ, પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી ને મારી નમ્ર વિનંતિ છે કે હવે અમારી જે તારીખ આપો તે તારીખે બે ન્યયાધીશ સાહેબોની બેન્ચ જ રહે અને તે દિવસે હવે અમારો નંબર ૧૦૧ છે તેજ રહે તેવી સૂચના રજીસ્ટ્રી વિભાગને આપવાની કૃપા કરશોજી.
સુરત – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે