SURAT

સચિન GIDCના ઝેરી કેમિકલ કાંડમાં ટેન્કરનો ડ્રાઈવર એક વર્ષ પછી પકડાયો

સુરત: (Surat) સચિન જીઆઈડીસી (Sachin GIDC) ખાતે એક વર્ષ પહેલા ટેન્કરમાંથી ઝેરી કેમિકલ (Chemical) ઠાલવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ગુંગળામણના કારણે 6 લોકોનાં મોત થયા હતાં. આ ગંભીર ઘટનાનો મામલો એનજીટી સુધી પહોંચ્યો હતો. અને ત્યાર પછી તપાસ દરમિયાન કંપનીના માલિક સહિત અનેકની ધરપકડ કરાઈ હતી. આ ગુનામાં એક વર્ષથી ફરાર ટેન્કરના ડ્રાઈવરની ક્રાઈમ બ્રાન્ચે ભીલાડથી ધરપકડ કરી હતી.

  • સચિન જીઆઈડીસીના ઝેરી કેમિકલ કાંડમાં ટેન્કરનો ડ્રાઈવર એક વર્ષ પછી પકડાયો
  • મુંબઇના મીરા રોડ ઉપર ટ્રક ડ્રાઇવિંગ કરતા બબલુ પાલને ભીલાડથી પોલીસે પકડી લીધો

એક વર્ષ અગાઉ સચિન જીઆઈડીસી ખાતે વિશ્વપ્રેમ મિલ પાસે ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવા જતા ગેસ લીકેજમાં 6 લોકોનાં મોત થયા હતાં જ્યારે 23ને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે તે સમયે તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે કુલ્લે 14 આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ સામે કોર્ટમાં 3715 પાનાની ચાર્જશીટ દાખલ થઇ હતી. દરમિયાન આ ગુનામાં કુલ ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતાં.

જેમાંથી મુંબઇની કંપનીઓમાંથી ઝેરી વેસ્ટેજ પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ સુરત સુધી પહોંચાડનાર ટેન્કર ચાલક અમરનાથ ઉર્ફે બબલુ ભગેલુરામ પાલ (ઉ.વ.35) (રહે. પેંકર પાડા, મીરા રોડ, મુંબઇ)ની શોધખોળ ચાલી રહી હતી. તે હાલમાં વલસાડના ભીલાડમાં હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે ડીસીબીએ વલસાડના ભીલાડ પાસે વોચ ગોઠવીને બબલુ પાલને ઝડપી પાડ્યો છે. બબલુ મુંબઇથી વેસ્ટેજ સુરત લાવતો હતો. સુરતમાં મુખ્ય આરોપી સંદિપ ગુપ્તા સાથે પણ તેની મુલાકાત થઇ હતી.

Most Popular

To Top