National

મણિપુર હિંસા પર આરએસએસના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

નાગપુર: નાગપુરમાં (Nagpur) દશેરાની (Dusshera) રેલી અને શસ્ત્ર પૂજન બાદ પોતાના સંબોધનમાં આરએસએસના (RSS) વડા મોહન ભાગવતે (MohanBhagwat) મણિપુર હિંસા (ManipurRiots) પર મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. ભાગવતે મણિપુરની હિંસાને પ્રિપ્લાન્ડ ગણાવી છે. તેમણે પોતાના સંબોધનમાં ઉત્તર-પૂર્વીય રાજ્યમાં પરિસ્થિતિ બગડવા માટે બાહ્ય દળોને જવાબદાર ઠેરવતા આક્ષેપ કર્યો હતો કે, મણિપુરમાં મૈતી અને કુકી લાંબા સમયથી સાથે રહે છે. આરએસએસના વડાએ પ્રશ્ન કર્યો કે મણિપુર એક સરહદી રાજ્ય છે અને ત્યાં અલગતા અને આંતરિક સંઘર્ષથી કોને ફાયદો થશે?

શું મણિપુર હિંસામાં બાહ્ય શક્તિઓ સામેલ છે?
નાગપુરમાં દશેરા રેલીને સંબોધતા મોહન ભાગવતે કહ્યું હતું કે સાંસ્કૃતિક માઓવાદીઓ અને મીડિયા તેમના પ્રભાવનો ઉપયોગ કરીને દેશના શિક્ષણ અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મણિપુરની સ્થિતિ પર ભાગવતે કહ્યું કે રાજ્યમાં જે હિંસા થઈ છે. વિદેશી શક્તિઓ આ અશાંતિ અને અલગતાનો લાભ લેવા માંગે છે. ભાગવતે પૂછ્યું કે શું દક્ષિણપૂર્વ એશિયાનું રાજકારણ પણ આમાં ભૂમિકા ભજવી શકે છે? ભાગવતે કહ્યું કે ‘અમને આરએસએસના કાર્યકરો પર ગર્વ છે જેમણે મણિપુરમાં શાંતિ સ્થાપવાનું કામ કર્યું.’

અયોધ્યામાં રામ પ્રતિમાની સ્થાપના વખતે દેશભરના મંદિરોમાં ઉજવણી કરવા ભાગવતની અપીલ
લોકોને અપીલ કરતા ભાગવતે કહ્યું કે જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ત્યારે તમામ દેશવાસીઓએ મંદિરોમાં તેની ઉજવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. 

મોહન ભાગવતે લોકોને લોકસભાની ચૂંટણી માટે આપી સલાહ
સરસંઘચાલક મોહન ભાગવતે આગામી લોકસભા ચૂંટણી માટે લોકોને અપીલ કરતા કહ્યું કે લોકોએ દેશની એકતા, ઓળખ અને વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. ભાગવતે કહ્યું કે ટૂલકીટનો ઉપયોગ કરીને હિંસા, નફરત અને અવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાગવતે લોકોને આવી શક્તિઓથી સાવધાન રહેવાની સૂચના આપી હતી. 

આરએસએસ ચીફે કહ્યું કે ત્રણ તત્વો – માતૃભૂમિ પ્રત્યે સમર્પણ, આપણા પૂર્વજો પ્રત્યે ગર્વ અને સહિયારી સંસ્કૃતિ, ભાષા, ધર્મ, વર્ગ, જાતિ વગેરેની વિવિધતા હોવા છતાં આપણને એક દેશ બનાવે છે. મોહન ભાગવતે કેન્દ્ર સરકારના સફળ G20 કાર્યક્રમની પણ પ્રશંસા કરી અને કહ્યું કે ભારત વૈશ્વિક મંચ પર એક મોટી શક્તિ તરીકે સ્થાપિત થયું છે.  મોહન ભાગવતે કહ્યું કે દુનિયા કટ્ટરવાદ, અરાજકતા અને ધાર્મિક અલગતાવાદનો સામનો કરી રહી છે. હિતોના સંઘર્ષ અને ઉગ્રવાદને કારણે યુક્રેન અથવા ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષનો કોઈ ઉકેલ મળી રહ્યો નથી. 

Most Popular

To Top