SURAT

ઇન્કમ ટેક્સ રિટર્નની તારીખ લંબાવતા હજારો કરદાતાઓને રાહત

surat : કોરોના ( corona) સંક્રમણની બીજી લહેરમાં સુરતના હજારો કરદાતા ( tax ) ઓને રાહતના સમાચાર મળ્યા છે. સીબીડીટી દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન ( income tex return ) , ઓડિટ રિપોર્ટ ( odit report) , ટીડીએસ ( tds) સહિતની તારીખો લંબાવવાની જાહેરાતો કરવામાં આવી છે. ગુરુવારે ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર ક્રમાંક-9 મુજબ પગારદાર કરદાતાઓ, નોન ઓડિટવાળા ધંધાદારીઓ કે જેમની ઇન્કમટેક્સ રિટર્ન ( income tex ruturn) ભરવાની ડ્યૂ ડેટ 31 જુલાઇ હતી તે વધારીને 30 સપ્ટેમ્બર-2021 કરવામાં આવી છે. આઇટી કાયદા મુજબ ફરજિયાત ઓડિટને પાત્ર જેઓ છે તેમની રિટર્ન ભરવાની ડ્યૂ ડેટ 31 ઓક્ટોબરથી વધારી 30 નવેમ્બર-2021 કરવામાં આવી છે.

ચેમ્બરની ઇન્કમટેક્સ કમિટીના ચેરમેન સીએ વિરેશ રૂદલાલે જણાવ્યું હતું કે, તમામ રિટર્ન મોડામાં મોડા 31 ડિસેમ્બર-2021 સુધી ભરી શકાતા હતા. તે હવે તા. 31-1-2021 સુધી ભરી શકાશે અથવા રિવાઇસ કરી શકાશે. ટીડીએસના જાન્યુ-માર્ચ 2021ના ત્રિમાસિક રિટર્નો ડ્યૂ ડેટ 31-05-2021થી વધારી તા.30-06-2021 કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે ટીડીએસ મોડા ભરવા માટે કોઇ રાહત આપી નથી. ટીસીએસ ત્રિમાસિક રિટર્ન ભરવાની ડ્યૂ ડેટમાં કોઇ વધારો કરવામા આવ્યો નથી. તેની તારીખ 15-5-2021 રહેશે. આકારણી વર્ષ 2019-20ના એસેસમેન્ટ ક્યાં સુધીમાં પૂર્ણ કરવાના છે તેની હજી સુધી સ્પષ્ટતા નથી. ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના એડ્વાન્સ ટેક્સ ભરવાની મુદત લંબાવી નથી. ફેબ્રુઆરીના બજેટની જોગવાઇ મુજબ ટીડીએસ કપાતનું ફોર્મ નંબર 16 હવે નીકળી ગયું છે. ફોર્મ નં.26 એએસ પરથી વ્યાજ, ભાડું, ડિવિડન્ડ સહિતની ટેક્સ કપાત રિટર્નમાં ક્લેઇમ કરવી પડશે.

ઇન્કમટેક્સ રિટર્નની યુટિલિટી બહાર પડી નથી

વિરેશ રૂદલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્કમટેક્સ રિટર્નની યુટિલિટી બહાર પડી નથી. આખા દેશમાં એક પણ રિટર્ન ભરાયું નથી. જૂની તા.31 જુલાઇ પહેલાં રિટર્ન ભરવાની અને સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ભરવાની જેની તૈયારી છે. આ ટેક્સ નાણાકીય વર્ષ 2020-21નો એડ્વાન્સ ટેક્સ ગણાતા તેમને કલમ-234 એબીસીના વ્યાજનું લાભ મળશે. જો કે, આ પરિપત્રના ભાષા સંદીગ્ધ છે. કર્મચારીઓનાં ફોર્મ 16 ઇશ્યુ કરવાની તા.15 જૂનથી વધારી 15 જુલાઇ કરવામાં આવી છે.

Most Popular

To Top