Sports

સૂર્યાના સપાટાથી મુંબઇએ આરસીબીને 6 વિકેટે હરાવ્યું

મુંબઇ : આઇપીએલમાં (IPL) આજે મંગળવારે અહીં રમાયેલી મેચમાં ફાફ ડુ પ્લેસિ અને ગ્લેન મેક્સવેલની આક્રમક અર્ધસદીઓ ઉપરાંત બંને વચ્ચેની 120 રનની ઝડપી ભાગીદારીના પ્રતાપે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) 6 વિકેટે 199 રન બનાવીને મૂકેલા 200 રનના લક્ષ્યાંકને મુંબઇ ઇન્ડિયન્સે (MI) 16.3 ઓવરમાં 4 વિકેટે કબજે કરીને મેચ 6 વિકેટે જીતી હતી.
લક્ષ્યાંક આંબવા મેદાને ઉતરેલી મુંબઇને ઇશાન કિશને જોરદાર શરૂઆત અપાવી હતી અને ઓપનીંગ જોડી આઉટ થયા પછી સૂર્યા તેમજ નેહલ વઢેરાએ મળીને 140 રનની ભાગીદારી કરી પોતાની ટીમને 6 વિકેટે જીત અપાવી હતી. સુર્યા 35 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 83 રન કરીને આઉટ થયો હતો, જ્યારે નેહલ 34 બોલમાં 52 રને નોટઆઉટ રહ્યો હતો. આ પહેલા પ્રથમ દાવ લેવા ઉતરેલી આરસીબીની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 16 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ડુ પ્લેસિ અને મેક્સવેલે 10 ઓવરમાં જ 120 રનની ભાગીદારી કરી હતી. મેક્સવેલ 33 બોલમાં 8 ચોગ્ગા 4 છગ્ગાની મદદથી 69 અને ડુ પ્લેસિ 41 બોલમાં 5 ચોગ્ગા 3 છગ્ગાની મદદથી 65 રન કરીને આઉટ થયા હતા.

Most Popular

To Top