Business

RBIએ 8 કો.ઓ. બેન્કોના લાયસન્સ રદ કરી દીધા

નવી દિલ્હી: જો તમારું બેંક એકાઉન્ટ (Bank Account) કોઇ પણ કો-ઓપરેટિવ બેંકમાં છે, તો આ ખબર તમારા માટે મહત્વની છે. બેંકોએ ગત કેટલાક વર્ષોથી રિઝર્વ બેંકની (RBI) કડક કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની જ અસર છે કે, આરબીઆઈએ કેટલીક બેંકોના લાયસન્સ રદ્દ કરી દીધા છે. આટલું જ નહિ કેટલીક બેંકો પર તો આરબીઆઈએ ભારે દંડ પણ લગાવ્યો છે. કો-ઓપરેટિવ બેંકોએ રિઝર્વ બેંકની કાર્યવાહીમાં સૌથી વધારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • રિઝર્વ બેન્કે નિયમોનું પાલન કરવા બદલ આ બેન્કોને 114 વખત દંડ ફટકાર્યો હતો, અંતે લાયસન્સ રદ કરી દીધા
  • લાયસન્સ રદ કરાયેલ બેંકોમાં મુધોલ સહકારી બેંક, મિલાથ કો-ઓપરેટિવ બેંક, શ્રી આનંદ કો-ઓપરેટિવ બેંક, રૂપી કો-ઓપરેટિવ બેંક, ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક, લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક, સેવા વિકાસ સહકારી બેંક, બાબાજી દાતે મહિલા અર્બન બેંકનો સમાવેશ

આરબીઆઈ તરફથી 31 માર્ચે ખત્મ નાણાકીય વર્ષ 2022-23માં આઠ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યુ છે. નિયમોનું પાલન ન કરવા પર આ બેંકો પર રિઝર્વ બેંકે 114 વાર દંડ ફટકાર્યો છે. જાણકારી અનુસાર, કો-ઓપરેટિવ બેંકો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી બેંકિંગ વિસ્તાર થયો છે. પરંતુ આ બેંકોમાં સામે આવી રહેલી અનિયમિતતાઓના કારણે આ આરબીઆઈએ આ કડક કાર્યવાહી કરવી પડી છે. જે બેન્કોના લાયસન્સ રદ કરાયા છે, જેમાં મુધોલ સહકારી બેંક, મિલાથ કો-ઓપરેટિવ બેંક, શ્રી આનંદ કો-ઓપરેટિવ બેંક, રૂપી કો-ઓપરેટિવ બેંક, ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક, લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક, સેવા વિકાસ સહકારી બેંક, બાબાજી દાતે મહિલા અર્બન બેંકનો સમાવેશ થાય છે.

આરબીઆઈ તરફથી ઉપર જણાવવામાં આવેલી બેંકોનું લાયસન્સ અપર્યાપ્ત મૂડી, બેંકિંગ રેગ્યુલેશન એક્ટના નિયમોનું પાલન નહિ કરવાના કારણે રદ્દ કરવામાં આવ્યું છે. સાથે જ ભવિષ્યમાં આવકની શક્યતાઓમાં અછતને કારણે પણ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. આરબીઆઈ તરફથી ગત કેટલાય વર્ષોથી બધી જ કો-ઓપરેટિવ બેંકિંગ સેક્ટર પર નજર રાખવામાં આવી રહી હતી. કેન્દ્રીય બેંકે વર્ષ 2021-22માં 12 કો-ઓપરેટિવ બેંક, 2020-21માં 3 કો-ઓપરેટિવ બેંક અને 2019-20માં બે કો ઓપરેટિવ બેંકના લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે.

Most Popular

To Top