World

પુતિનની ખેરસન અને લુહાન્સ્કની મુલાકાત બની ચર્ચાનો વિષય, યુક્રેને કહ્યું- તે અસલી પુતિન ન હતો

નવી દિલ્હી: રશિયાએ (Russia) ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડોનેત્સ્ક અને ઝાપોરિઝિયા વિસ્તારોની સાથે ખેરસન અને લુહાન્સ્ક વિસ્તારો પર કબજો જમાવ્યો હતો, જે બાદ વિશ્વભરમાં રશિયાની ટીકા થઈ હતી. ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે ખેરસન અને લુહાન્સ્ક અને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકોના મુખ્યાલયની મુલાકાત ચર્ચાનો વિષય બની છે. માર્ચ પછી રશિયાના કબજા હેઠળના પ્રદેશોની આ પુતિનની આ બીજી મુલાકાત હતી. ત્યારે પુતિનની આ મુલાકાત અંગે યુક્રેન તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આ મામલો ડુપ્લીકેટ પુતિન સાથે જોડાયેલો છે. કારણકે પુતિનને મળવા માટે તો સામે વાળી વ્યક્તિને 14 દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડે. સાથે જ તેમનો એવો પણ દાવો છે કે પુતિનના ઘણા બધા ડુપ્લીકેટ્સ છે.

જણાવી દઈએ કે ક્રેમલિન દ્વારા બહાર પાડવામાં આવેલ અને રશિયન રાજ્ય ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવેલ વિડિયોમાં પુતિનને દક્ષિણ ખેરસન પ્રદેશમાં રશિયન લશ્કરી કમાન્ડ પોસ્ટની મુલાકાત લેતા દર્શાવવામાં આવ્યા હતા. ક્રેમલિન દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પુતિન ટોચના સૈન્ય અધિકારીઓ પાસેથી રિપોર્ટ લેતા જોવા મળી રહ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, દક્ષિણી ખેરસન ક્ષેત્રની સમીક્ષા કર્યા પછી, હેલિકોપ્ટર દ્વારા લુહાન્સ્ક ક્ષેત્રમાં રશિયન નેશનલ ગાર્ડના મુખ્યાલય ગયા હતા. આ વિસ્તારમાં પહોંચ્યા બાદ પુતિન અહીં નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. તે અહીં જવાનોને મળ્યા હતા. પુતિનના જણાવ્યા અનુસાર, તેમની મુલાકાતનો હેતુ ખેરસન અને ઝાપોરિઝિયાની સ્થિતિ અંગેનો અહેવાલ મેળવવાનો હતો. ત્યારે આ વચ્ચે જેણે મુલાકાત લીધી તે અસલી પુતિન હતા કે નહીં તેને લઈને બંને દેશો તરફી અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે. યુક્રેનનો દાવો છે કે તે ડોપેલગૈંગર હતો.

આ ઉપરાંત દાનિલોવ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પુતિનને મળવા માટે તો 10 થી 14 દિવસ માટે સામી વ્યક્તિએ ક્વોરેન્ટાઈન થવું પડે. તેથી આ વાત સમજવી મુશ્કેલ છે કે પુતિન સીધા જ અધિકારીઓને મળવા કેવી રીતે પહોંચી ગયા. ડેનિલોવ દ્વારા કહેવામાં આવ્યું છે કે પુતિન એક ભયભીત માણસ છે. અને આવું વિચારી પણ ના શકાય કે તેઓ આમ અચાનક કોઈને મળી શકે. સાથે જ તેમનો એવો પણ દાવો છે કે પુતિનના ઘણા બધા ડુપ્લીકેટ્સ છે.

Most Popular

To Top