Gujarat Main

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુરૂ દ્રૌણના અવતાર છે, રાજકોટની આ વ્યક્તિનો વિચિત્ર દાવો

રાજકોટ: આજકાલ બાગેશ્વર ધામના (BageshwarDham) ધીરેન્દ્ર શાસ્ત્રી (DhirendraShashtri) ચર્ચામાં છે. તાજેતરમાં બિહાર બાદ સુરતમાં (Surat) બે દિવસીય દિવ્ય દરબાર (DivyaDarbar) યોજાયો હતો, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શન માટે ઉમટ્યા હતા. સુરત બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા છે ત્યારે અહીં પોતાને ‘કલ્કી’નો અવતાર ગણાવતા સરકારના પૂર્વ કર્મચારી રમેશ ફેફરે (RameshPfefere) ધીરેન્દ્ર શાસ્ત્રી માટે મોટી વાત કરી છે.

પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર એટલે કે કલ્કિ ગણાવતા રમેશ ફેફરે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે પરકાયા સિદ્ધિ છે અને તે તે વિદ્યાનો ઉપયોગ કરે છે. તે પોતાની સિદ્ધિના બળથી બીજાના મનની વાત જાણી લે છે. રમેશ ફેફરે વધુમાં કહ્યું કે, જગદંબાનો મને આદેશ આવ્યો છે.

માતાએ કહ્યું કે, આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ખરેખર તો દ્રૌણનો અવતાર છે. ગુરુ દ્રૌણ ભગવાનના વિરોધી હતી. તે દુર્યોધનના પક્ષમાં યુદ્ધ લડ્યા હતા. તેથી તે સવા પાંચ હજાર વર્ષ નર્કમાં રહ્યાં હતાં. દ્રૌણનો અવતાર ઢોંગી જ હોય.

ઓશો અને આસારામ વિશે પણ ફેફરે ટિપ્પણી કરી
ભૂતકાળમાં ભગવાનના નામે ચરી ખાનારા અનેક ઢોંગી બાબા આવ્યા છે. આસારામના પાપ સામે આવ્યા અને તેની ધરપકડ થઈ પછી રામ રહીમ અને રામપાલને પણ સજા થઈ. ઓશો એ દુ:શાસનનો અવતાર હતો. ધર્મના નામે લોકો વચ્ચે છવાઈ ગયા હતા. ભગવાન સાથે તેના ફોટાવાળા કેલેન્ડર રાખવા લાગ્યા હતા. બધાના કૌભાંડો સામે આવ્યા. એ જ રીતે અન્ય કોઈ પણ આવા માર્ગ પર ચાલશે તો તેમની હાલત પણ આસારામ, રામરહીમ, રામપાલ જેવી જ થશે.

સુરતમાં ગુજરાતીઓને પાગલ તરીકે સંબોધ્યા હતા
આ અહાઉ સુરતમાં લિંબાયતમાં નીલગીરી ખાતે આયોજીત દિવ્ય દરબારમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પગ મૂક્યો ત્યારે આખું મેદાન ‘જય શ્રી રામ’ના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી ગુજરાતના ‘પાગલો’થી સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, હું અહીં તમારી પાસે ધન લેવા નથી આવ્યો, કોઈ માન સન્માન લેવા પણ નથી આવ્યો, હું તો અહીં મારા ગજવામાંથી તમને હનુમાનજી આપવા આવ્યો છું.

Most Popular

To Top