Gujarat

રાજસ્થાનથી ગુજરાત આવી રહી છે કમોસમી સિસ્ટમ, ખેડૂતો ચિંતામાં, માછીમારો માટે ચેતવણી જાહેર

ગુજરાત: રાજયમાં આગામી બે દિવસ માટે માવઠાની (Rain) સંભાવના રહેલી છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન તથા અપર એર ટ્રફની સિસ્ટમના પગલે ગુજરાતમાં (Gujarat) હજુ માવઠાની સંભાવના રહેલી છે.

દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી (Rajasthan) કમોસમી સિસ્ટમ ગુજરાત (Gujarat) તરફ આવી રહી છે. જેની અસર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જોવા શકે છે. જેના પરિણામે ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી ઝાપટા પડી શકે છે. આ કમોસમી સિસ્ટમને કારણે રાજ્યના દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આ આગાહી બાદ ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે.

રાજ્યમાં કમોસમી વરસાદની માઠી અસર ખેડૂતો અને માછીમારોને થતી હોય છે. જેને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને જાહેર ચેતવણી આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આ સિસ્ટમની અસર ગાંધીનગર અને અમદાવાદમાં જોવા મળશે નહિ. રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહી કમોસમી સિસ્ટમને કારણે આગામી 3 દિવસ સુધી 10 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેથી માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

શિયાળાની ઋતુમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા અને માવઠાની અસર સર્જાતા ખેડૂતો પાકને લઇને ચિંતામાં મૂકાયા છે. ત્યારે અગાઉ પડેલ કમોસમી વરસાદને કારણે શિયાળુ પાક વાવેતરને ખૂબ નુકશાન થયું હતું. જે બાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ એક મહિનામાં સર્વેનો રિપોર્ટ સોંપવા કૃષિમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો છે. ત્યારે હવે ફરી વરસાદ પડે તો શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી ફરીથી ખેડૂતો પાકને લઇને ચિંતામાં મૂકાયા છે. 

Most Popular

To Top