National

વિંધ્યમાં રાહુલ ગાંધીનું મોટું બયાન: મધ્યપ્રદેશમાં BJP કરે છે મૃતકોના ઈલાજ!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Election) નજીક આવતા ભારતનું રાજકારણ ગરમાયું છે. જેમાં અવારનવાર નેતાઓના વિવાદાસ્પદ બયાન સામે આવતા હોય છે. આવુંજ એક વિવાદાસ્પદ બયાન(Statement) રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ(M.P)માં પોતાની પાર્ટીના પ્રચાર દરમિયાન આપ્યું હતું. રાહુલ ગાંધીએ આજે વિંધ્યની જાહેર સભાને સંબોધતા ભાજપ સરકાર(BJP Government) ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજરોજ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના પ્રવાસે હતા. અહીં જનઆક્રોશ સભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલ ક્રિષ્ણ અડવાણીના પુસ્તકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અડવાણીજીએ કહ્યું હતું કે RSS અને ભાજપની સાચી ફેક્ટરી ગુજરાતમાં નહીં પરંતુ મધ્યપ્રદેશમાં છે. અડવાણીજીની આ માન્યતાને વાંચી, તો મેં વિચાર્યું કે ચાલો જોઈએ કે આ કેટલી સાચી છે. હું તમને આના બે-ત્રણ ઉદાહરણો આપવા માંગુ છું. ભાજપ પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે મૃતકોની સારવાર ભાજપની લેબોરેટરીમાં થાય છે અને તેમના પૈસાની ચોરી થાય છે. દેશના કોઈપણ રાજ્યમાં મૃતકોની સારવાર કરવામાં આવતી નથી, પરંતુ મધ્યપ્રદેશમાં મૃત લોકોને સારવાર આપવામાં આવે છે.

મહાકાલ કૌભાંડનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આખા દેશમાં મહાકાલના પૈસાની ચોરી થતી નથી પરંતુ મધ્યપ્રદેશમાં મહાકાલના પૈસાની ચોરી થાય છે. મહાકાલ લોકમાં કૌભાંડ થાય છે. મધ્યપ્રદેશમાં બાળકોના પુસ્તકો અને મિડ-ડે મીલના પૈસાની ચોરી થાય છે. વ્યાપમંમાં એક કરોડ યુવાનોનાભવિષ્ય બરબાદ થયા છે. પટવારી બનવા માટે 15 લાખની લાંચ લેવામાં આવે છે. ભાજપની લેબોરેટરીમાં દરરોજ ત્રણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

ભાજપ ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે, બીજેપીની ફેક્ટરીઓમાં દરરોજ મહિલાઓ પર બળાત્કાર થાય છે. ભાજપના નેતાઓ ભાજપની લેબોરેટરીમાં આદિવાસીઓ પર પેશાબ કરે છે. જે પ્રાણીઓને પણ ખવડાવવામાં આવતું નથી તે અહીંના આદિવાસીઓને ખવડાવવામાં આવે છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આદિવાસીઓને ભારતની હિસ્સેદારી આપવા માંગીએ છીયે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસને ફક્ત ચૂંટણી વખતે જ જાતી ગણના, આદિવાસીઓના મુદ્દા, દલિતોના મુદ્દા વગેરે યાદ આવતા હોય છે. તો શું આ વખતે ચૂંટણીમાં રાહુલ ગાંધીની સ્ટ્રેટર્જિ કામ કરશે? અને જનતા વોટ કોને આપશે?

Most Popular

To Top