World

ઇઝરાયેલ-પેલેસ્ટાઈન: સંઘર્ષ વધતા સાઉદી અરેબિયા પેલેસ્ટાઈન સાથે આવ્યું, પ્રિન્સ સલમાનની જાહેરાત

હમાસના (Hamas) હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટી (Gaza Patti) પર સતત હુમલા (Attack) કરી રહ્યું છે. પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે હવે સાઉદી અરેબિયાએ (Saudi Arabia) પોતાનો પક્ષ સામે મુક્યો છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે તે શાંતિ લાવવા અને અધિકાર અપાવવા માટે પેલેસ્ટિનિયનોની સાથે છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને કહ્યું કે તેઓ ઇઝરાયલ પર હમાસના હુમલા બાદ વધી રહેલા સંઘર્ષને રોકવા માટે કામ કરી રહ્યા છે.

પેલેસ્ટાઈનના અધિકાર મેળવવા માટે સાથે
સાઉદી અરેબિયા મીડિયાના અહેવાલો અનુસાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મહમૂદ અબ્બાસને કહ્યું કે ગલ્ફ સામ્રાજ્ય પેલેસ્ટિનિયન લોકોની સાથે તેમના અધિકારો સુનિશ્ચિત કરવા, તેમની આશાઓ અને આકાંક્ષાઓ પ્રાપ્ત કરવા અને ન્યાયી અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમની સાથે ઊભો રહેશે.

જણાવી દઈએ કે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ઈઝરાયેલ પરના હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 900 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા વળતા હુમલામાં 690 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

કથિત રીતે વધતી હિંસા એવી અટકળો વચ્ચે શરૂ થઈ હતી કે સાઉદી અરેબિયા જેણે ક્યારેય ઈઝરાયેલને માન્યતા આપી નથી તે એક ડીલ હેઠળ સંબંધોને સામાન્ય બનાવવા માટે સંમત થઈ રહ્યું છે જેમાં તેને યુએસ તરફથી સુરક્ષા ગેરંટી મળશે. અને નાગરિક પરમાણુ કાર્યક્રમ વિકસાવવામાં પણ મદદ કરશે. જો કે પ્રિન્સ મોહમ્મદે ગયા મહિને મીડિયાને જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન મુદ્દો સાઉદી અરેબિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેલેસ્ટાઈન મક્કા અને મદીનામાં ઇસ્લામના પવિત્ર સ્થળોનું ઘર છે. પ્રિન્સ મોહમ્મદે કહ્યું હતું આપણે પેલેસ્ટાઈનીઓ માટે જીવન સરળ બનાવવાની જરૂર છે.

ઈરાનના ટોચના નેતા હમાસના સમર્થનમાં આવ્યા જોકે ઇઝરાયેલ પરના હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો
ઇઝરાયેલ પર હમાસનો હુમલો ચાલુ છે. દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ઓમેનીએ મંગળવારે દાવો કર્યો હતો કે આ હુમલો ઈઝરાયેલની સૈન્ય અને ગુપ્તચર તંત્રની હાર છે જેની ભરપાઈ થઈ શકે તેમ નથી. ખામેનીએ કહ્યું કે તેમને પેલેસ્ટાઈન પર ગર્વ છે અને તેઓ પેલેસ્ટાઈનના સમર્થનમાં છે. ઈરાન ખુલ્લેઆમ હમાસને સમર્થન આપી રહ્યું છે પરંતુ તેણે કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો છે.

હુમલા બાદ ખોમેની પહેલીવાર ટીવી પર દેખાયા હતા. તેમણે કહ્યું કે અમે ઝિઓનિસ્ટ શાસન પર હુમલાની યોજના ઘડનારાઓના હાથને ચુમી લઈએ છીએ. જે લોકો ઈરાનને ઈઝરાયેલ પરના હુમલા સાથે જોડી રહ્યા છે તે ખોટા છે. ખોમેનીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાના ટોચના જનરલે ઈરાનને આ સમગ્ર સંઘર્ષમાં સામેલ ન થવાની ચેતવણી આપી છે. અગાઉ અમેરિકાએ ઈરાનની સંડોવણીની વાત કરી હતી. જો કે તે ઇરાનની સંડોવણી દર્શાવવા માટે કોઈ પુરાવા આપી શક્યું ન હતું.

Most Popular

To Top