Charchapatra

સમયપાલન તે આનું નામ

હમણાં થોડા સમય ઉપર એક એવા સમાચાર વાંચવા મળ્યા કે ભારતીય ફિલ્મજગતના મેગા અને મેઘાવી સ્ટાર અમિતાભ બચ્ચન શુટીંગના સ્થળે જવા નીકળ્યા હતા. રસ્તામાં ટ્રાફિક જામ હતો એટલે શુટીંગના સ્થળે પહોંચવામાં મોડું થાય તેમ હતું. તેમણે કોઈ ભાઈની ટુ-વ્હીલર ગાડી પાછળ બેસવાની લીફટ માંગી અને સમયસર સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સમયપાલનનો ખૂબ જ ઉત્તમ દાખલો બેસાડયો હતો. તે જ પ્રમાણે એક વાર પૂજ્ય મહાત્મા ગાંધી બાપુનું એક જગ્યાએ પ્રવચન ગોઠવાયેલું હતું. પ્રવચનસ્થળે પહોંચતાં દસ-પંદર મિનિટનું મોડું થાય તેમ હતું. એટલે પૂજ્ય બાપુએ એક ભાઈની સાયકલ અને તેઓ એ સાયકલ ઉપર બેસી બરાબર નિયત સમયે તેમના સભાસ્થળે પહોંચી ગયા.

આમ ભારતીય ફિલ્મજગતના મેગા સ્ટાર અને પૂજ્ય મ.ગાંધી બાપુ સમયપાલનના કેટલા ચુસ્ત આગ્રહી હતા તે જોવા મળે છે. જ્યારે આજે વિમાન અને હેલિકોપ્ટરમાં બેસીને આકાશમાં ઊડતા કહેવાતા નેતાઓ તેમના સભાસ્થળે પહોંચવામાં બબ્બે કલાકનું મોડું કરી અક્ષમ્ય બેદરકારી દાખવે છે. બિચારાં શ્રોતાઓ ભયંકર ગરમીમાં શેકાઈને, બફાઈને રાહ જોઈ થાકે છે. મન થાય છે કે તેઓ આ બંને મહાપુરુષોમાંથી સમયપાલનનો યોગ્ય બોધપાઠ શીખે અને સમયની કિંમત સમજે.
બીલીમોરા- રમેશભાઈ એસ.ગાંધી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બાપ-બેટાની પેઢીઓથી સાવધાન
લાગે છે કે વેપાર, ધંધા ઉદ્યોગોને ટાઢે પાણીએ સ્નાન કરવાનો ઉપાય હાથવેંતમાં છે. બાપ, દીકરાએ ભાગીદારીમાં વેપારી પેઢી ખોલી નાંખી. ઉધારીમાં લીધેલ માલના પૈસા પાછા આપવા ન પડે એટલે મારા ભાગીદારે (દીકરાએ) ઉઠમણું કર્યું. મારાથી અલગ થઈ જવાના સમાચારો છાપે ચઢાવી, વેપારીઓને નવડાવવાના ધંધા શરૂ થઈ ગયા. મારા દીકરાએ કરેલી નાદારી માટે બીજા ભાગીદાર જવાબદાર નથી. એક જ છાપરા હેઠળ અને ડાઈનીંગ ટેબલ પર માલપુડા (પારકે પૈસે) ઝાપટવાનો સિલસિલો ચાલુ થઈ ગયો. માટે જ્યાં બાપ દીકરા ભાગીદાર હોય એવી પેઢીથી  જાહેર જનતા સાવધાન.
રાંદેર     – અનિલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top