Gujarat Main

‘દાદા’ની સરકારનો મહત્વનો નિર્ણય: પોલીસ વિભાગમાં 100 દિવસમાં આટલા પોલીસકર્મીઓની કરાશે ભરતી

આગામી વર્ષે રાજયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે યુવાનોના મતો આકર્ષવા માટે કોરોનાની બીજી લહેરના પગલે લગભગ પડતર રહેલી પોલીસ વિભાગની ભરતીની પ્રક્રિયા જલ્દીથી કરવા દાદાની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) મહત્વનો નિર્ણય લઈને ગૃહ વિભાગ હસ્તકની 27,847 જગ્યાઓ માટે 100 દિવસની અંદર ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. (Police personnel will be recruited in Gujarat in 100 days)

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (State Home Minsiter Harsh Sanghvi) એ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં છે.

આજે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહયું હતું કે , રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે તેમ શાહે કહયું હતું.

Most Popular

To Top