National

બોલાચાલી થતાં માહોલ ગરમાયોને સાહિલે નિક્કીની હત્યા કરી, કલાકો સુધી લાશ સાથે ફર્યા પછી….

નવી દિલ્હી: શ્રદ્ધા હત્યાકાંડ (Murder) પછી ઘણાં એવા હત્યાકાંડ સામે આવ્યા છે જે સૌને ચોંકાવી દે. આજે પ્રેમના દિવસે શ્રદ્ધા જેવો જ એક કિસ્સો દિલ્હીમાંથી (Delhi) સામે આવ્યો છે. જેમાં 22 વર્ષીય નીક્કીનો પ્રેમી તેની હત્યા કરીને તેની લાશને એક ઢાબાના ફ્રિજરમાં મૂકીને ફરાર થઈ જાય છે. અને પછી તે જ દિવસે બીજી છોકરી સાથે લગ્ન (Marriage) કરી લે છે.

મળતી માહિતી મુજબ દિલ્હીમાં 22 વર્ષીય યુવતી કે જેનું નામ નિક્કી યાદવ છે તેની લાશ બાબા હરિદાસ નગરના એક ઢાબાના ફ્રિઝરમાં તેનાં બોયફ્રેન્ડ સાહિલ ગેહલોતે છૂપાડી દીધી હતી. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આરોપી બોયફ્રેન્ડે તેના લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી હતી. પહેલા મોબાઈલ કેબલનો ઉપયોગ કરીને ગળું દબાવીને હત્યા કરી અને પછી લાશનો નિકાલ કરવામાં આવ્યો. આરોપીએ ન માત્ર દુષ્કર્મ આચર્યું પરંતુ અન્ય એક યુવતી સાથે સાત ફેરા લઈ તેના જીવન સાથે પણ રમત રમી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સાહિલ ગેહલોતે 10 ફેબ્રુઆરીએ નિક્કીની હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે નિક્કીને ખબર પડી ગઈ હતી કે સાહિલ બીજી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જ્યારે તેણે સાહિલને સવાલો જવાબ કર્યા ત્યારે મામલો ગરમ થઈ ગયો હતો અને બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. તે ગરમા ગરમીની દલીલનાં કારણે સાહિલ ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે પહેલા મોબાઈલના કેબલ વડે નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી હતી. તે પછી તે ઘણા કલાકો સુધી મૃતદેહ સાથે કારમાં ફરતો રહ્યો અને પછી બાબા હરિદાસ પોલીસ સ્ટેશન પાસેના ઢાબામાં સંતાઈ નિક્કીની લાશને છૂપાવી દીધી હતી. એક તરફ નિક્કીની હત્યા કરી તેની લાશને ઠેકાણે લગાવી અને બીજી તરફ સાહિલ તેના લગ્નની તૈયારી કરવા લાગ્યો હતો. તેના પરિવારના સભ્યોને પહેલેથી જ એક છોકરી પસંદ હતી જેની સાથે તેણે લગ્ન કર્યા હતા.

Most Popular

To Top