India

PM મોદી આજે IMC 2026નું ઉદ્ઘાટન કરશે, 6Gથી AI સુધી રહેશે ટેક્નોલોજીનો ધમાકો

ભારતના ટેક્નોલોજી અને ટેલિકોમ ક્ષેત્ર માટે આજે મહત્વનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર 2026ના રોજ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે India Mobile Congress (IMC) 2026ના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન,વડાપ્રધાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને સંબોધન પણ કરશે.આ ચાર દિવસીય મેગા ટેક્નોલોજી ઇવેન્ટ 7થી 10 ઓક્ટોબર સુધી યોજાઈ રહી છે.IMC 2026ની આ વર્ષની થીમ “Scale Without Boundaries” એટલે કે “સીમાઓ વિના વિસ્તરણ” રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય ઉદ્દેશ ભારતની ડિજિટલ ક્ષમતાઓ, નવી પેઢીની કનેક્ટિવિટી અને ટેક્નોલોજી આધારિત વિકાસને વધુ મોટા સ્તરે લઈ જવાનો છે. આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને Cellular Operators Association of India (COAI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.

આ વખતે IMCમાં સૌથી વધુ ચર્ચા 6G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઈને થવાની છે. 5G બાદ દુનિયા હવે 6G તરફ આગળ વધી રહી છે અને ભારત પણ નવી પેઢીના નેટવર્કની ટેક્નોલોજી, સ્ટાન્ડર્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પોતાની ભૂમિકા મજબૂત બનાવવા પર ભાર આપી રહ્યું છે.સાથે જ AI આધારિત ટેલિકોમ નેટવર્ક, Intelligent RAN, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રો પર પણ ચર્ચા થશે.IMC 2026માં માત્ર મોબાઇલ અને ઇન્ટરનેટ ટેક્નોલોજી જ નહીં પરંતુ સેમિકન્ડક્ટર, સેટેલાઇટ કોમ્યુનિકેશન, ક્વોન્ટમ કમ્યુનિકેશન, સાયબર સિક્યુરિટી, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો પણ મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત આ વખતે સ્માર્ટ મોબિલિટી, સ્ટેડિયમ ટેક્નોલોજી, ઇન્ડસ્ટ્રિયલ રોબોટિક્સ અને ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી જેવા નવા ક્ષેત્રોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને ચાર મુખ્ય સ્તંભોમાં વહેંચવામાં
આવ્યો છે,સૃષ્ટિ’ (ભવિષ્યનું નિર્માણ), ‘સંવર્ધન’ (વિકાસને વેગ), ‘સશક્ત’ (તકોનો વિસ્તાર) અને ‘સુરક્ષા’ (વિશ્વાસને મજબૂત બનાવવો). આ ચારેય સ્તંભો દ્વારા ટેક્નોલોજી વિકાસ સાથે આર્થિક વૃદ્ધિ, ડિજિટલ સમાવેશ અને સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમ પર ભાર મૂકવામાં આવશે.IMC 2026માં વિશ્વભરના ટેક્નોલોજી લીડર્સ, ટેલિકોમ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને ટેક્નોલોજી નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. સત્તાવાર માહિતી મુજબ આ ઇવેન્ટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ, 500થી વધુ પાર્ટનર્સ અને એક્ઝિબિટર્સ, 600થી વધુ સ્ટાર્ટઅપ્સ અને 900થી વધુ વિચાર નેતાઓ જોડાવાની અપેક્ષા છે. કાર્યક્રમમાં 2,000થી વધુ ટેક્નોલોજી ઉપયોગના ઉદાહરણો અને 120થી વધુ સેશન પણ યોજાશે.

ખાસ વાત એ છે કે IMC હવે માત્ર ટેલિકોમ ક્ષેત્રનું પ્રદર્શન રહ્યું નથી, પરંતુ ભારતના ડિજિટલ ભવિષ્યની દિશા નક્કી કરતું મહત્વપૂર્ણ વૈશ્વિક પ્લેટફોર્મ બની રહ્યું છે. AI, 6G, સેટેલાઇટ કનેક્ટિવિટી અને સુરક્ષિત ડિજિટલ નેટવર્ક જેવી ટેક્નોલોજી આગામી વર્ષોમાં સામાન્ય જીવનથી લઈને ઉદ્યોગ અને અર્થતંત્ર સુધી મોટો બદલાવ લાવી શકે છે.આથી PM મોદીના ઉદ્ઘાટન સાથે શરૂ થનારા IMC 2026 પર દેશ-વિદેશની ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીની નજર રહેશે. ભારત 5G બાદ હવે 6G અને AIની દોડમાં પોતાનું સ્થાન કેટલું મજબૂત બનાવે છે, તેની ઝલક આ ચાર દિવસીય મહાઆયોજનમાં જોવા મળશે.

Most Popular

To Top