Vadodara

પશુપાલકો v/s પાલિકા, માલધારીઓ v/s મેયર

વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે થયેલા અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગી હતી. પાલિકા દ્વારા શુક્રવારે ફક્ત ઢોરવાડા સીલ કરીને સંતોષ માણ્યો હતો. ઢોર પાર્ટીની ટીમે પોલીસને સાથે રાખીને વાઘોડીયા રોડ ખાતે આવેલ નવ ઢોરવાડા સીલ કર્યા હતા અને ૨૦ ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. આ કાર્યવાહીમાં ૮ બોલેરો ગાડી અને ૪ ટ્રેક્ટર, ૧ આરોગ્ય ટીમ તેમજ ૧ ફાયરની ટીમ કામે લાગી હતી. જોકે પશુપાલકો સાથે ઘર્ષણ પણ થયું હતું અને પાલિકાની ટીમ પર લાકડી અને પાવડા વડે મહિલાએ હુમલો કર્યો હતો.

વડોદરા મહાનગર પાલિકાની ટીમ દ્વારા આજ રોજ વાઘોડિયા રોડ પર આવેલ ઢોરવાડા પાર્ટી પર મહિલા એ પાવડા અને લાકડી વડે  હુમલો કરવામાં આવ્યો હતો. અઠવાડિયા પહેલા અકસ્માતમાં ઘવાયેલ બાળકી અને તેના માતા પિતાની રજુઆતના પગેલ આજ રોજ મેયરની સુચનાથી પાલિકાની ઢોર પાર્ટી ટીમ દ્વારા  નારાયણ સ્કુલ પાસે, ગુરુકુળ ચાર રસ્તા, વાધોડીયા રોડ ખાતે  ઢોરવાડા સીલ સીઝ  કરવાનો કાર્યક્રમ હતો. ત્યારે ત્યાં પશુપાલકો એ વિરોધ કર્યો હતો. ઢોરવાડા સીલ કરવા જતા પાલિકાની ટીમ પર એક મહિલા દ્વારા લાકડી અને પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા દ્વારા ઢોરને પકડનારને લાકડી મારી હતી. અને પાવડો પણ મારવા લીધો હતો. આમ પાલિકાની ટીમ જયારે વાધોડીયા રોડ પર ઢોરવાડા શીલ કરવા ગઈ ત્યારે ત્યાં પશુપાલકની મહિલા દ્વારા હુમલો કરાયો હતો.શહેરમાં રખડતા ઢોરને કારણે છેલ્લા 15 દિવસમાં બાળકી સહિત 5 વ્યક્તિઓને થયેલી ઇજાના બનાવ બાદ હરકતમાં આવેલા તંત્રએ ગાયને પકડવાની સઘન ઝુંબેશ શરૂ કરી છે.

આ ઝૂંબેશમાં પાલિકાએ છેલ્લાં ત્રણ દિવસમાં 100 કરતાં વધુ રખડતાં પશુઓને ઝડપી પડ્યા હતા. આજ રોજ પાલિકાની ઢોર પાર્ટીની ટીમે પોલીસ ને  સાથે રાખીને નારાયણ સ્કુલ પાસે, ગુરુકુળ ચાર રસ્તા, વાધોડીયા રોડ ખાતે ઢોરવાડા નવ ઢોરવાડા સીલ સીઝ  કર્યા હતા.  પાલિકાએ ઢોર પાર્ટીની ટીમે પોલીસને સાથે રાખીને વાધોડીયા રોડ ખાતે આવેલ નવ ઢોરવાડા  શીલ કર્યા હતા.અને ૨૦ ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. આ સમગ્ર ઝુંબેશમાં ૮ બોલેરો ગાડી અને ૪ ટ્રેક્ટર, ૧ આરોગ્ય ટીમ તેમજ ૧ ફાયરની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  જેમાં પશુપાલકો જોડે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અને પાલિકાની ટીમ મહિલા વડે  લાકડી અને પાવડા વડે હુમલો કર્યો હતો.

૨૦ ઢોરોને પકડીને પાંજરાપોળ મોકલ્યાં
પાલિકાની ઢોર પાર્ટીની ટીમે પોલીસ ને  સાથે રાખીને નારાયણ સ્કુલ પાસે, ગુરુકુળ ચાર રસ્તા, વાધોડીયા રોડ ખાતે  નવ ઢોરવાડા સીલ સીઝ  કર્યા હતા. અને ૨૦ ઢોર પકડ્યા હતા અને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.            
– મંગેશ જયસ્વાલ

લોકોને સલામત કરો કાં વળતર ચૂકવવાનું ચાલુ કરો
કોર્પોરેશન રખડતી ગાયો પકડવામાં અને લોકોને સલામત રાખવામાં સદંતર નિષ્ફળ નિવડયું છે. એક બાજુ મેયર એવું કહે છે કે પંદર દિવસમાં વડોદરા શહેરમાંથી રસ્તે રખડતી ગાયોને અમે પાંજરે પુરી દઈશું, એ 15 દિવસને કેટલા મહિના વીતી ગયા.એક બાજુ કહે છે સબ સલામત છે. એના બણગાં ફૂંકવાના બીજી બાજુ આવા લોકો નિરાધાર થાય.આ જે વ્યક્તિનો કિસ્સો છે. એ મારા વિસ્તારમાં ચોથી વ્યક્તિ છે. આ પહેલા પણ મધુબેનને અડફેટે લીધા હતા.

એ પણ વિકલાંગ થઈ ગયા, હાલમાં નવ વર્ષની દીકરીએ પણ અમારા વિસ્તારની છે. જ્યારે એક દીકરો છે એને પણ ગોરવા બાજુ ગાયે અડફેટે લીધો હતો.જ્યારે આ મૂળજીભાઈને બીજી વખત ગાયે અડફેટે લીધા છે.આ કમાનારા એક જ વ્યક્તિ હતા.એ પોતે સિક્યુરિટીમાં નોકરી કરે છે.અને ચાલતાં-ચાલતાં ઘરે આવતા હતા. ભાડાના ઘરમાં રહે છે હવે તે ભાડું ભરશે.કમાઈને ડોક્ટરે બે મહિના સુધી આરામ કરવાનું કીધું છે કારણ કે એક હાથમાં પ્લેટ નાખી છે.વહીવટીતંત્રને કહેવું છે કે તમે લોકોની સલામતી કરો કાં તો લોકોને હવે વળતર ચૂકવવાનું ચાલુ કરી દો.
-કોર્પોરેટર, કોંગ્રેસ

Most Popular

To Top