World

800 કિલોની વ્હેલને નદીમાંથી કાઢી દરિયામાં છોડવાના ઓપરેશન દરમિયાન તેનું મૃત્યુ થયું

પેરીસ, તા. 10: પેરિસથી(Paris)નદીમાં ફસાયેલી બેલુગા વ્હેલને (Beluga whale)પશુ ચિકિત્સકો દ્વારા અસાધ્ય સારવાર (Treatment) આપવામાં આવી હતી કારણ કે તેને સમુદ્રમાં(In sea) પરત લઈ જતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
800 કિલોની આર્કટીક વ્હેલ સૌપ્રથમ આ મહિને નદીમાં તરતી દેખાઈ હતી,

પ્રાણી કલ્યાણ સંગઠનના કાર્યકરોએ આપેલા ભોજનને તેણે ખાધું ન હતું. ગઈરાત્રીએ પ્રાણી કલ્યાણના કાર્યકરો અને અગ્નિશમન દળના જવાનોએ આ વિશાળ દરિયાઈ જીવને સીન નદીમાંથી બહાર કાઢવામાં 6 કલાક લાગ્યા હતા, તેમનો હેતુ તેને ઈંગ્લિશ ચેનલમાં છોડવાનો હતો.

સંગઠને આજે સવારે ટ્વીટ કર્યું હતું
સંગઠને આજે સવારે ટ્વીટ કર્યું હતું, ‘બહુ જ દુ:ખ સાથે જાહેર કરીએ છીએ કે બેલુગા વ્હેલને દરિયામાં છોડવાના પરીવહનમાં તે બચી શકી નહીં, આ જોખમી હતું પણ આ દુ:ખી પ્રાણીને બચાવવા માટે આ જરૂરી હતું.’
‘તેની તબિયત વધુ ખરાબ થતાં પશુ ચિકિત્સકોએ તેને મૃત્યુનું ઈંજેક્શન આપવાનો નિર્ણય લીધો હતો. અમને ખબર હતી તે બચી શકશે નહીં. આ અભૂતપૂર્વ બચાવ કાર્યમાં જોડાયેલા તમામ કાર્યકરો, બચાવ દળના જવાનો અને સ્થાનિક અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ.’

Most Popular

To Top