Gujarat

રાજ્યમાં નવો કાયદો નહીં બને ત્યાં સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ નહીં લેવાશે

ગાંધીનગર : રાજ્યમાં વારંવાર પેપર લીક (Paper leak) થવાની ઘટનાઓને પગલે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં પેપર લીક કાંડને લઇ કડક કાયદો (Law) બનાવવા જઈ રહી છે. આ અંગે કાયદાનો ડ્રાફ્ટિંગ શરૂ થઈ ગયું છે. જ્યાં સુધી નવો કાયદો નહીં બને ત્યાં સુધી એક પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exam) નહીં યોજાય.

પેપર લીક કાંડને પગલે રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભામાં કડક કાયદો લાવવામાં આવશે આ કાયદા અંગેની ડ્રાફ્ટ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવા કાયદાની જોગવાઈઓમાં પેપર ફોડનાર અને પેપર ખરીદનાર બંને ગુનેગાર ગણવામાં આવી શકે છે. મહત્તમ 10 વર્ષની સજા અને 10 લાખ રૂપિયા ની દંડની જોગવાઈ થઈ શકે છે.

આ ઉપરાંત પરીક્ષાના પેપરો ખાનગી પ્રેસને બદલે સરકારી પ્રેસમાં છાપવા અંગેની વિચારણાઓ પણ થઈ રહી છે. પરીક્ષામાં મોટી સંખ્યામાં જો વિદ્યાર્થીઓ બેસવાના હોય તો તબક્કાવાર પરીક્ષા યોજવામાં આવે તે દિશામાં પણ વિચારણા ચાલી રહી છે. પેપર લીક કાંડમાં જો કોઈ પણ પરીક્ષા આપનાર ઉમેદવાર સંડોવાયેલો હશે, તો તેને ત્રણ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

નવા કાયદાના ડ્રાફ્ટ બનાવવાની તૈયારીઓ હાલમાં ચાલી રહી છે, હાલમાં આ કાયદાની સૌથી કડક જોગવાઈ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી છે. જેથી આ બંને રાજ્યના કાયદાનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top