Gujarat

પેપર લીક થવાથી મોકુફ રખાયેલી જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા હવે 9મી એપ્રિલના રોજ લેવાશે

ગાંધીનગર: પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9મી એપ્રિલના રોજ લેવાશે. આજે બોર્ડ દ્વારા નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ મંડળની જુનિયર ક્લાર્ક (વહીવટ- હિસાબી)ની સ્પર્ધાત્મક પરીક્ષા અગાઉ પેપર લીક થવાના મામલે મોકૂફ રાખવામાં આવી હતી, તે પરીક્ષા હવે 9મી એપ્રિલના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન લેવામાં આવશે. તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અગાઉ તારીખ 29 જાન્યુઆરી-23ના રોજ લેવાના હતી, પરંતુ પેપર લીક થઈ જવાથી પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. ત્યારબાદ આ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખની જાહેરાત 100 દિવસમાં કરવામાં આવશે તેવું બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું. આમ નિર્ધારિત સમયમાં નવી તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં પેપર લીક થવાના મામલે નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદો પસાર થતા જ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓની તારીખ જાહેર કરી, આ પરીક્ષા હવે 9મી એપ્રિલના રોજ યોજાશે.

Most Popular

To Top