Dakshin Gujarat

પલસાણામાં માતેલા સાંઢની જેમ કન્ટેનર દુકાનમાં ઘૂસી જતા એકનું મોત

પલસાણા: (Palsana) પલસાણા હાઇવેની બાજુમાં સર્વિસ રોડની સાઇડ પર આવેલી મની ટ્રાન્સફ૨ની દુકાન તથા ચા નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનારને હાઇવે ૫૨ બેફામ બનેલા કન્ટેનરે ધસી આવી દુકાન તથા લારીને અડફેટે લેતાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇસમ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સા૨વા૨ માટે ખસેડાયા હતા.

  • પલસાણામાં કન્ટેનર બેફામ: દુકાનમાં ઘૂસી જતાં એકનું મોત
  • હાઇવેની બાજુમાં સર્વિસ રોડની સાઇડ પર આવેલી મની ટ્રાન્સફ૨ની દુકાન તથા ચા નાસ્તાની લારી ચલાવનારને અડફેટે લીધા, એક ઘાયલ
  • પલસાણા ચાર રસ્તા નજીક અફરાતફરીનો માહોલ, અન્ય ઈસમો દબાયા હોવાની શંકાના આધારે ચાર કરતાં વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટેડ બાય રખાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા નેશનલ હાઇવે નં.૪૮ ઉ૫૨ રોજેરોજ વાહન અકસ્માતો વધતા જાય છે. સોમવારે નવસારી તરફથી પલસાણા તરફ પૂરઝડપે આવતું એક કન્ટેનર નં.(યુપી ૭૮ ડીટી ૯૩૧૩) હાઇવે ઉ૫૨થી પલસાણા હિમાલિયા હોટલ સામે સર્વિસ રોડ પરથી પસાર થઇ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં હાઇવેની બાજુમાં મની ટ્રાન્સફરની દુકાન તેમજ ચા-નાસ્તાની લારી ઉપર કન્ટેનર ફરી વળ્યા બાદ બાજુમાં આવેલી ખાડીમાં પલટી ખાઇ ગયું હતું. આ અકસ્માતમાં પલસાણાના પ્રવેશ પાર્કમાં રહેતા અને ચા-નાસ્તાની લારી ચલાવતા યુસુફનાઈ ગાઝી (ઉં.વ.૬૨)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

તેમજ આ અકસ્માતમાં પલસાણાના ગામે ગૌરવ ટાઉનશીપ ખાતે રહેતા તારકેશ્વર ઉર્ફે બાબુ ચંદ્રમણી સ્વાઇન (ઉં.વ.૩૭)ને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ખાડીમાં પડેલા કન્ટેનર નીચે કોઈ અન્ય ઈસમો દબાયા હોવાની શંકાના આધારે ચાર કરતાં વધુ ૧૦૮ એમ્બ્યુલન્સને સ્ટેડ બાય કરવામાં આવી હતી. અને ક્રેઇનની મદદથી કન્ટેનર તાત્કાલિક ઊભું કરાવી તપાસ કરતાં અન્ય કોઇને ઇજા નહીં થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માતમાં ઇજા પામનાર તારકેશ્વરે કન્ટેનર ચાલકની સામે પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કન્ટેનરચાલકની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top