Sports

આજે પહેલી ક્વોલિફાયર, ધોનીના ધૂરંધરોનો ‘ગીલ ટેસ્ટ’

ચેન્નાઈ: મહેન્દ્ર સિંહ ધોની એક ચતુર વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) મંગળવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટકરાશે ત્યારે તેમને ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ક્રિકેટના નવા યુવરાજ શુભમન ગીલને રોકવા માટે વધારાના પ્રયાસો કરવા પડશે.

ગીલે છેલ્લી મેચમાં નોટઆઉટ સદી ફટકારીને વિરાટ કોહલીના સદીને વામણી બનાવી દેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (આરસીબી) ટીમ આઇપીએલમાંથી બહાર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચેન્નાઈ સામેની મેચમાં તમામની નજર આ યુવા બેટ્સમેન પર રહેશે અને ભારતના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંનો એક ધોની તેના માટે ચોક્કસ રણનીતિ તૈયાર કરશે. ગુજરાત ટાઇટન્સે ચેપોક ખાતે આ સિઝનમાં એક પણ મેચ રમી નથી. જો કે ચેન્નાઈએ અહીં સાત મેચ રમી છે, પરંતુ દરેક મેચમાં પિચની પ્રકૃતિ બદલાઈ ગઈ છે અને તેથી આગામી મેચમાં તે કેવું વર્તન કરશે તેની આગાહી કરવી મુશ્કેલ છે.

ગુજરાત માટે ચેપોક પીચની ધીમી પ્રકૃતિનો સામનો કરવાનો પડકાર રહેશે. આ સિવાય પાવર પ્લેમાં દીપક ચહરની બોલિંગ અને ડેથ ઓવર્સમાં મેથીસા પથિરાનાનું પ્રદર્શન પણ પરિણામ પર નોંધપાત્ર અસર કરશે. આવી સ્થિતિમાં પંડ્યા અને નેહરા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની સલાહ લેશે કારણ કે પથિરાના અને સ્પીનર ​​મહેશ તિક્શાનાનો કેવી રીતે સામનો કરવો એ તે સારી રીતે જાણતો હશે. શનાકાનો ઉપયોગ ઓલરાઉન્ડર તરીકે થઈ શકે છે પરંતુ ટોસને ધ્યાનમાં લેતા ડાબા હાથના સ્પિનર ​​આર સાઈ કિશોરને પણ અજમાવી શકાય છે જે અહીંની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છે. પ્લેઈંગ ઈલેવનમાં આયર્લેન્ડના જોશુઆ લિટલનો પણ સમાવેશ થઈ શકે છે.

Most Popular

To Top