Vadodara

અલીરાજપુરની મહિલાને પીડા ઉપડતાં મધરાતે 108માં પ્રસૂતિ

વડોદરા : 24 કલાક દર્દીઓની સેવામાં તત્પર રહેતી 108 એમ્બ્યુલયન્સ વડોદરાની ટીમે વધુ એકવાર સગર્ભા માતાને ઉગારવાનો સફળ વ્યાયામ મધરાત્રે કરીને કર્તવ્યનિષ્ઠાનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો છે. મધ્ય પ્રદેશના અલીરાજપુરના સગર્ભા નાનકીબેન પોતાના કુટુંબીજનો સાથે સૌરાષ્ટ્રના કાલાવડથી છોટાઉદેપુર જવા નીકળ્યા હતા.તે દરમિયાન મધ્યરાત્રિના દોઢ વાગ્યાના સુમારે તેઓને પ્રસુતિની પીડા ઉપડતા કઠિન સંજોગો ઊભા થયા હતા.બસ વડોદરા ડેપો પહોંચતા જીવન રક્ષક સેવા 108 ને જાણ કરવામાં આવી હતી. સંજોગોની નાજુકતા સમજીને ઇએમટી વિષ્ણુ બારીયા અને પાયલોટ અરવિંદ માલીવાડ તુરત જ 108 વાહન સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

સગર્ભાને તુરત જ 108 વાહનમાં ખસેડીને આ લોકોએ ખૂબ સમયસૂચકતા સાથે વાહનમાં જ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુને હેમખેમ ઉગારી લીધા હતા.માતા અને બાળકની હાલત સારી છે.108 કર્મીઓની આ કર્તવ્યનિષ્ઠા સહુએ વખાણી છે.યાદ રહે કે 108 વડોદરાની ટીમે કોરોના કટોકટીમાં નીડરપણે સતત કામ કરીને દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સેવાઓ આપી હતી.તેને અનુલક્ષીને સ્વતંત્રતા દિવસ સમારોહમાં ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top