National

સુરતના પાંડેસરાની મિલમાં ભીષણ આગ લાગી, કરોડોનું કપડું બળીને ખાક થયું

સુરત: શનિવારે સવારે સુરતના (Surat) પાંડેસરા જીઆઈડીસી (Pandesara GIDC) વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અહીંની એક કાપડ મિલમાં (Textile Mill) આગ (Fire) ભભૂકી ઉઠી હતી. ભીષણ આગના લીધે મિલમાં મુકવામાં આવેલું લાખો કરોડોનું કપડું (Clothes) ગણતરીની મિનિટોમાં બળીને ખાક થઈ ગયું હતું. આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. વિકરાળ આગ પર કાબુ મેળવવા માટે સુરત ફાયર બ્રિગેડ (Fire Brigade) દ્વારા 15 ગાડીઓ દોડાવવામાં આવી હતી. છેલ્લે મળતી વિગત અનુસાર આગ ઓલવાઈ ગઈ છે, હવે લાશ્કરો દ્વારા કુલિંગની (Cooling) કામગીરી કરવામાં આવી રહી છે. કોઈ જાનહાનિની માહિતી મળી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે પાંડેસરા જીઆઈડીસીની રાણીસતિ મિલમાં આગ લાગી હતી. આગ લાગવાનો કોલ મળતા જ ફાયરના જવાનો ઘટના સ્થળ પર દોડી ગયા હતા. એકસાથે 15 ગાડીઓમાંથી પાણી છોડીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો.આગ લાગી ત્યારે મિલમાં ડાઈંગ પ્રોસેસ માટે મુકવામાં આવેલું કપડું બળી ગયું હતું. કપડું સળગતા આગ વધુ પ્રસરી હતી અને 2 કિલોમીટર દૂરથી ધૂમાડા દેખાઈ રહ્યાં હતાં.

કાપડ પર કેમિકલ અને યાર્નનો ઉપયોગ થયો હોય તે પેટ્રોલિયમ પદાર્થોના લીધે આગ વધુ પ્રસરી રહી હતી. તેથી સાદા પાણીથી આગ કંટ્રોલ થઈ રહી નહીં હોય ફાયર ફાઈટરોએ ફોમ વાળા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મિલમાલિકને લાખો કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ફાયર સ્ટેશનોની ગાડીઓ પણ હાલ રવાના થઈ ગઈ છે. કંપનીમાં યાર્ન અને અન્ય વસ્તુને ધીરે ધીરે બહાર કાઢી હતી.

Most Popular

To Top