National

ગેરકાયદે બાંધકામનો રિપોર્ટ લેન્ડ & રેકોર્ડ, ટાઉન પ્લાનરની ટીમ, મામલતદાર કલેક્ટરને મોકલશે

વડોદરા : વાઘોડિયા પીપળીયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠનાં પૂર્વ ચેરમેન ડો મનસુખ શાહે પીપળીયા થી પવળેપુર જતા જાહેર રસ્તા પર પોતાનું ગેરકાયદેસર બાંધકામનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. ગુજરાત હાઇકોર્ટના આદેશથી કેમ્પસમાં ડીમાર્કેશન ની કામગીરી શરૂ કરાઇ છે. કલેકટરને રિપોર્ટ સુપરત કર્યા બાદ  હાઇકોર્ટના આદેશ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વાઘોડિયા તાલુકાના પીપળીયા ખાતે આવેલી વિદ્યાપીઠના કેમ્પસમાં માં ડેન્ટલ કોલેજ, ફાર્મસી કોલેજ ,નર્સિંગ કોલેજ ,મેડીકલ કોલેજ, હોસ્ટેલ,અને હોસ્પિટલ આવેલી છે.કે એમ શાહ ચેરીટેબલ ટ્રસ્ટના પૂર્વ સંચાલક ડોકટર સાહેબ તમામ નીતિ નિયમ નેવે મૂકીને 33350.ચો. મી(3 લાખ 58 હજાર 350 ચોરસ ફૂટ થાય છૅ. 

હાઇકોર્ટના સૂચન વાત ડીમાર્કેશનની કામગીરી છેલ્લા ચાર દિવસથી કેમ્પસમાં ચાલી રહી છે. વારંવાર માપણી થઇ સર્વે કરવામાં આવ્યો છે અગાઉ પણ ચાર વખત સર્વે થઇ ગયા છે.સેટેલાઈટ સર્વે પણ અગાઉ થઈ ગયા છે. હવે નામદાર કોર્ટના હુકમથી ફરી ડીમાર્કેશન કરવામાં આવી રહી છે. આ કામગીરી ડિસ્ટ્રીક લેન્ડ રેકોર્ડ કચેરી, ટાઉન પ્લાનર કચેરી ટીમ, તાલુકા પંચાયત વાઘોડિયા અને મામલતદાર વાઘોડિયા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

ધીરજ હોસ્પિટલે કોરોના કાળમાં બોગસ બિલો બનાવ્યા

સુમનદિપ વિદ્યાપીઠ ગ્રુપની-ધીરજ હોસ્પિટલનાં સંચાલકો કોરોનાકાળમાં પણ માનવતા બતાવવાને બદલે,રાજ્ય સરકારને બોગસ કોરોનાનાં દર્દીઓનો રેકોર્ડ બનાવી, તગડાં બીલો બનાવ્યા હતા.આશરે 2 કરોડ થી વધારે ના બિલો બનાવ્યા હતા.જીલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર તથા રાજ્ય સરકારનાં વિવાદીત સનદી અધિકારી,નોડલ ઓફિસરની વિશેષ કૃપાને કારણે ફોજદારી કાર્યવાહીથી સુમનદિપ વિદ્યાપીઠ ગ્રુપની-ધીરજ હોસ્પિટલનાં  સંચાલકો-નોડલ ઓફિસર બચી ગયા હતા.આખરે ગીવ એન્ડ ટેકથી કારભારો આટોપાયો હતો.આ વિવાદથી પણ ધીરજ હોસ્પિટલનાં સંચાલકો સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.સુમનદિપ વિદ્યાપીઠ ગ્રુપની-ધીરજ હોસ્પિટલનાં  સંચાલકો સામે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? શું એની વગ એટલી બધી મોટી છે? ગાંધીનગર થી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ તેની સામે પગલા ભરવામાં ગભરાય છે?

કાયદેસરની કાર્યવાહીના આદેશ : મહેસૂલ મંત્રી

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટના હુકમનો અમલ થવું જોઈએ. ડીમાર્કેશન ની કામગીરી ચાલી રહી છે.જે ગેરકાયદેસર બાંધકામ હોય એ તોડવું જોઈએ. કલેકટરને સૂચના આપેલી છે કે જે ગેરકાયદેસર બાંધકામ હોય એ તોડવું જોઈએ ,કોઈ પણ નું હોય.

રિપોર્ટ હાઇકોર્ટમાં મોકલાશે : જિલ્લા વિકાસ અિધકારી

જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોર્ટના હુકમથી ડીમાર્કેશનની કામગીરી ચાલી રહી છે. ડિસ્ટ્રીક લેન્ડ રેકોર્ડ કચેરી, ટાઉન પ્લાનર કચેરી ટીમ, તાલુકા પંચાયત વાઘોડિયા અને મામલતદાર વાઘોડિયા 4 ટિમના જોઇન્ટ સહી કરી હાઇકોર્ટમાં મોકલવામાં આવશે.

ડીમાર્કેશન કામગીરી આજે પુર્ણ : કલેક્ટર

જિલ્લા કલેકટર આર બી બારડે જણાવ્યું હતું કે સુમનદીપ વિદ્યાપીઠ માં કોર્ટ ના હુકમ થી ડીમાર્કેશન કામગીરી ચાલી રહી છે. આજે કામગીરી પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ હાઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Most Popular

To Top