Vadodara

સેનેટની રજીસ્ટર સ્ટુડન્ટ કેટેગરીમાં વધુ 6 ફોર્મ ભરાયા

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આગામી સેનેટ સભ્યોની મુદત  11 ફેબ્રુઆરી 2022 માં પૂર્ણ થતી હોવાથી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં સેનેટની ચૂંટણી યોજાવાની છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટની ટર્મ આગામી ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થાય છે ત્યારે 42 બેઠકો માટે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ચૂંટણી યોજાનાર છે. જેમાં રજીસ્ટર ગ્રેજ્યુએટનીબેઠકો પર વધુ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે.જેને  યુનિવર્સીટીનો માહોલ રાજકીય બની રહ્યો છે.  મુખ્ય કચેરી ઉમેદવારો અને ટેકેદારોની ચહલ પહલથી ગુંજતી થઈ છે. રજીસ્ટર્ડ સ્ટુડન્ટ કેટેગરીમાં 14 ફેકલ્ટીની 14 બેઠકો માટેના નામાંકન પત્રો ભરવામાં આવી રહ્યા છે.

ગુરુવારસુધીમાં કુલ 27 ઉમેદવારીપત્રો ભરાયા હતા. શુક્રવારે વધુ 6 ઉમેદવારોએ તેમના નામાંકનપત્ર ભર્યા છે. સાયન્સ ફેકલ્ટીમાંથી હેમલ મહેતા,  ફાર્મસી ફેકલ્ટીમાંથી મોહસીન વ્હોરા,ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાંથી ચંદ્રશેખર પાટીલ, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીમાંથી લાલજી ચાવડા, મેનેજમેન્ટ ફેકલ્ટીમાંથી સત્યેન કુલાબકર, અને પરફોર્મિંગ આર્ટ્સ માંથી વિનોદ પટેલે ટેકેદારો સાથે ઉમેદવારીપત્રો ભર્યા હતા.જ્યારે  પ્રોફેસર કેટેગરીમાં સાયન્સ ફેકલ્ટી માંથી અંજલિ પટેલે ફોમ ભર્યું હતું.  જેથી પ્રોફેસર કેટેગરીમાં  કુલ 6 ફોર્મ અને અને ટીચર કેટેગરીમાં કુલ 13 ઉમેદવારીપત્રો ભરાયા હતા.

Most Popular

To Top