સુરત: (Surat) સુરત શહેરના જહાજ નિર્માણના ગૌરવભરી વિરાસતના બહુમાન માટે નૌકા દળે યુદ્ધજહાજને (Battleship) ‘સુરત’ નામ આપ્યું છે ત્યારે સુરત શહેરમાં યોજાયેલા...
નવી દિલ્હી: (New Delhi) આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓએ સોમવારે કહ્યું હતું કે પક્ષના તમામ ધારાસભ્યોએ (MLA) અરવિન્દ કેજરીવાલને (Arvind Kejriwal) વિનંતી...
ગાંધીનગર: (Gandhinagar) આજે રાજ્યમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓને વાહન અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં અમદાવાદ લીંબડી હાઇવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની...
ગાંધીનગર: (Gandhinagar) વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની...
ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી...
નવી દિલ્હી: તાજેતરમાં ઇરાને (Iran) ઇઝરાયેલને (Israel) ધમકી આપી હતી. જેના વળતા જવાબમાં અમેરિકાએ (America) સબમરીન તૈનાત કરી હતી. ત્યારે હવે વડાપ્રધાન...
વલસાડ: (Valsad) વલસાડના ગૌરવપથ પર રવિવારની મોડીરાત્રે એક પછી એક કાર (Car) પુરપાટ ઝડપે દોડી રહી હતી. જેમાં પાછળ ચાલતી કારે એક...
ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના ભિલાડમાં લૂંટની (Loot) ઘટના બનવા પામી છે. ઘરમાં ઘૂસી આવેલા એક નેપાળી તથા ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં કામ...
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World cup 2023) 38મી મેચમાં શ્રીલંકા (Sri Lanka) અને બાંગ્લાદેશની (Bangladesh) ટીમ મેદનમાં ઉતરી છે.બંને ટીમો વચ્ચેની આ...
વિશ્વ: વિશ્વ અનેક ખગોળીય અને વૈજ્ઞાનિક ઘટનાઓથી ભરેલું છે. એવામાં આ દેશમાં આકાશ એકાએક લાલ લોહિયાળ રંગનું થતાં લોકો ડરી ગયા હતા....
નવી દિલ્હી: હાલમાં લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Elections) તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું (Rahul...
જો તમે દિવાળી (Diwali) અને છઠના (Chhath Puja) અવસર પર ઘરે જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. મધ્ય...
ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 38મી મેચ બાંગ્લાદેશ (Bangladesh) અને શ્રીલંકા (Srilanka) વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી...
નવી દિલ્હી: દિલ્હી-NCRમાં (Delhi-NCR) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. આના થોડા દિવસો પહેલા પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તાજેતરના ડેટા...
મુંબઇ: હાલ ચાલી રહેલા વર્લ્ડ કપ વચ્ચે શુભમન ગિલ અને સારાના રિલેશનશિપની ચર્ચા થઇ રહી છે. ત્યારે કોફી વિથ કરણ (Coffee With...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને (Israel-Hamas War) હવે એક મહિનો પૂરો થવાનો છે. જો કે આ દરમિયાન બંને તરફથી હુમલા...
મુંબઇ : પોતાના સ્ટાઈલિશ લુક માટે જાણીતી બોલિવુડની 50 વર્ષીય અભિનેત્રીએ ટોપલેસ થઈ ફરી ચકચાર જગાવી છે. એક દીકરાની મા એવી અભિનેત્રીના...
નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવ્યા બાદ લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરી રહ્યા છે. લોકો ટેક્નોલોજીનો (Technology) દુરુપયોગ કરી રહ્યા છે જે...
નવી દિલ્હી(NewDelhi) : રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ (AirPollution) વચ્ચે કેજરીવાલ સરકારે (KejriwalGovernment) ફરી એકવાર ઓડ-ઈવન સિસ્ટમ (OddEven) અમલમાં મુકવાનો નિર્ણય...
બોરસદ : રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા પ્રતિબંધિત કરાયેલ કાેનોકાર્પસ વૃક્ષને કારણે સરકારી કચેરીઓમાંથી સ્વૈચ્છિક રીતે કાપી નાખવાની શરૂઆત આણંદ જિલ્લાના બોરસદ સેવા...
વડોદરા: હાલ દિવાળીના તહેવારને લઇને લોકો મોટી સંખ્યામાં વિવિધ પ્રકારની વસ્તુ ખરીદી કરવા માટે નીકળતા હોય રસ્તા પર ચહલ પહલ તો જોવા...
વડોદરા: હાલમાં દિવાળીના તહેવારને લઇને લોકોને પોતાના કંપનીમાંથી બોનસ સહિતના પગાર મળતો હોય લોકો દ્વારા બજારમાં વિવિધ કપડા સહિતના સામાનની ખરીદી કરવા...
વડોદરા: વડોદરા શહેરમા પીવાનું પાણી વિવિધ વિસ્તારો મા ગંદુ, પીળું, કાળું, વાસ મારતું પાણી આવતું હોવાની અનેક ફરિયાદો પાલિકાના ચોપડે નોઘાય છે....
વડોદરા(Vadodara) : વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કાળકા માતાના (KalkaMata) મંદિરમાં (Temple) ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ (Monk) તરીકેનું જીવન નિર્વાહ...
સુરત: શહેર જિલ્લામાં પોલીસનો (Police) કોઈ ધાક રહ્યો ન હોય તેમ ચોર લૂંટારા (Robbers) બેફામ બન્યા છે. શહેર જિલ્લામાં ચોરી, લૂંટફાંટની ઘટનાઓમાં...
હિન્દુ ધર્મમાં આમ તો ઘણા તહેવારો વિવિધ રીતે ઉજવાય. ઉત્સાહ, ઉમંગ, અનેરો આનંદ દિવાળીના દિવસો દરમ્યાન સમાજને ડોલાવી મૂકે. સફાઇ ઘરની શરૂ...
નવી દિલ્હી: વન ડે વર્લ્ડ કપમાં મજબૂત ટીમોના ખરાબ પ્રદર્શને સૌ કોઈને ચોંકાવ્યા છે. વર્ષ 2019ના વર્લ્ડ કપને જીતનાર ઈંગ્લેન્ડ અને 1996માં...
ચીની અર્થાત્ ખાંડ, નમક અર્થાત્ મીઠું. આ બંને પદાર્થોની રોજિંદા આહારમાં આવશ્યકતા ખરી પરંતુ એનો બને એટલો ઓછો ઉપયોગ થાય એ ખૂબ...
રામાયણ કાળમાં ભગવાન શ્રીરામની વાનરસેના અને લંકાપતિ રાવણની અસુર સેના સાથે લંકામાં 87 દિવસ યુદ્ધ થયેલું. અંતિમ 32 દિવસ બાદ શ્રી રામે...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારતવિરોધી કૃત્યોથી બાજ નથી આવી રહ્યા. તેમણે તાજેતરના વિવાદમાં હિન્દુઓના સ્વસ્તિક ચિહ્નને નફરત ફેલાવનારો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: (Surat) સુરત શહેરના જહાજ નિર્માણના ગૌરવભરી વિરાસતના બહુમાન માટે નૌકા દળે યુદ્ધજહાજને (Battleship) ‘સુરત’ નામ આપ્યું છે ત્યારે સુરત શહેરમાં યોજાયેલા એક વાઇબ્રન્ટ સમારંભ દરમિયાન ભારતીય નૌકાદળના અત્યાધુનિક, નિર્માણાધીન, ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક યુદ્ધ જહાજ ‘સુરત’ના પ્રતીકનું અનાવરણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નૌકાદળના (Navy) સ્ટાફના વડા એડમિરલ આર. હરિ કુમાર અને રાજ્ય સરકાર તેમજ ભારતીય નૌકાદળના વરિષ્ઠ મહાનુભાવો અને અધિકારીઓ આ અવસરે ઉપસ્થિતિ રહ્યા હતા.
સુરતના પ્રતીકમાં ખંભાતના અખાતના દક્ષિણ પ્રવેશદ્વાર પર સ્થિત હજીરા (સુરત) ખાતે પ્રખ્યાત દીવાદાંડી દર્શાવવામાં આવી છે. 1836માં બાંધવામાં આવેલી આ દીવાદાંડી ભારતની સૌ પ્રથમ બાંધવામાં આવેલી દીવાદાંડીઓ પૈકી એક છે. પ્રતીક પર ગુજરાતના રાજ્ય પ્રાણી એશિયાટિક સિંહને પણ દર્શાવવામાં આવ્યો છે જે આ જહાજની ભવ્યતા અને તાકાતનું પ્રતીક છે. નૌકાદળની યુદ્ધ ટેકનોલોજી અને લડાયક ક્ષમતાઓમાં નવીનતમ પ્રગતિઓથી સજ્જ, આ યુદ્ધ જહાજ ‘સુરત’ સમુદ્રી સુરક્ષા અને દેશના રક્ષણ માટે નૌકાદળની પ્રતિબદ્ધતાનું શક્તિશાળી સાકાર સ્વરૂપ હોવાનું દર્શાવે છે. પ્રતીક પર દર્શાવવામાં આવેલા લહેરાતા સમુદ્ર દ્વારા આ બાબતને સારી રીતે દર્શાવવામાં આવી છે. ભારતીય નૌકાદળના કાફલામાં જોડાવાની તૈયારીમાં રહેલું ‘સુરત’ જહાજ રાષ્ટ્રની સમુદ્રી સરહદોનું રક્ષણ કરીને અને પ્રદેશમાં તેના વ્યૂહાત્મક હિતોને જાળવી રાખીને એક પ્રચંડ પહેરેદાર તરીકે સેવા આપવાનું વચન આપે છે.
સમૃદ્ધ સમુદ્રી ઇતિહાસ અને જહાજ નિર્માણના વારસા માટે પ્રખ્યાત એવા ધબકતા શહેર સુરતના નામ પરથી જહાજને ‘સુરત’ નામ આપવામાં આવ્યું છે જે તેની ઉદ્યમિતા અને આત્મનિર્ભર ભાવનાને પણ મૂર્તિમંત કરે છે. સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલું અને નિર્મિત પ્રોજેક્ટ 15B (વિશાખાપટ્ટનમ ક્લાસ) વિધ્વસંકનું ચોથું જહાજ ‘સુરત’ નૌકાદળની ટેકનોલોજી અને ક્ષમતાઓમાં નોંધપાત્ર છલાંગ ભરી હોવાનું રજૂ કરે છે. આવિષ્કારી બ્લોક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરીને આ જહાજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં મુંબઇમાં મઝગાંવ ડોક લિમિટેડ (MDL) ખાતે જહાજનું એસેમ્બલિંગ કરતા પહેલાં તેના હલ (સાટી) ને અલગ-અલગ ભૌગોલિક સ્થળોએ એસેમ્બલ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિ ઝીણવટપૂર્વક ચોકસાઇ અને એન્જિનિયરિંગની શ્રેષ્ઠતા પર પણ પ્રકાશ પાડવાની સાથે સાથે ભારતના જહાજ નિર્માણની ક્ષમતામાં વધતી ઉત્કૃષ્ટતાને રેખાંકિત કરે છે.
ભારતીય નૌકાદળના મુંબઈ સ્થિત વેસ્ટર્ન ફ્લીટના પાયાના પત્થર તરીકે યુદ્ધ જહાજોની પ્રોજેક્ટ 15B શ્રેણી રાષ્ટ્રની અદ્યતન યુદ્ધ ક્ષમતાઓનું પ્રતિક છે. સુરત તેના જેવા અન્ય જહાજો વિશાખાપટ્ટનમ, મોર્મુગાઓ અને ઈમ્ફાલ સાથે, સ્વદેશી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલો, લાંબા અંતરની સરફેસ ટુ એર મિસાઈલ્સ (SAMs) અને સ્વદેશી ટોર્પિડો ટ્યુબ લોન્ચર સહિત પ્રચંડ શસ્ત્રાગારનું પ્રદર્શન કરે છે. નૌકાદળની આત્મનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતા, મજબૂત રક્ષણાત્મક પગલાંઓ અને અને આક્રમક દરિયાઈ ગતિવિધિઓને પ્રતિબિંબિત કરે છે.