Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ: સોશિયલ મીડિયા (Social Media) ઉપર મહર્ષિ દયાનંદ સરસ્વતી તેમજ આર્ય સમાજના (Arya Samaj) લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે વીડિયો- પોસ્ટ વાયરલ (Viral Video) કરવામાં આવી હતી. તે મામલે ટેલિગ્રામ ચેનલના ધારક યુવક યસ વિષ્ણુદત્ત તિવારી સુરતમાં(Surat)થી અમદાવાદ (Ahmedabad) શહેર ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ધરપકડ (Arrest) કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

  • હિન્દુ ધર્મના અદ્વેત વેદાંતને ફોલો કરવા સાથે લોકજાગૃતિ, પ્રચાર માટે ટેલિગ્રામ, યુ-ટ્યુબ ચેનલ બનાવી છે
  • મહર્ષિ દયાનંદ સરસ્વતી તેમજ આર્ય સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે વિડીયો-પોસ્ટ મુક્યા હતાં
  • આર્ય સમાજના ટ્રસ્ટીની ફરિયાદને આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા પ્રમાણે આર્ય સમાજના ટ્રસ્ટી દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા યુ-ટ્યુબ ચેનલ તથા ટેલિગ્રામ ચેનલના ધારક યસ વિષ્ણુદત્ત તિવારી (ઉં.વ.24, રહે પાલનપુર ગામ, સુરત શહેર)ની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એવી હકીકત બહાર આવી છે કે આરોપી યસ બિહારની ભાગલપુર યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે બી.એ.નો અભ્યાસ કરે છે. તેમજ યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે. આરોપી હિન્દુ ધર્મના અદ્વેત વેદાંતને ફોલો કરતો હોવાથી અદ્વેત દર્શનના ઉપદેશક આદિ શંકરાચાર્ય વિશે અભ્યાસ કરતા તેના વિશે જાગૃતતા લાવવા માટે ત્રણેક વર્ષ અગાઉ તેણે યુ-ટ્યુબ ચેનલ બનાવી હતી. તથા ટેલિગ્રામમાં અદ્વેત વેદાંત ગ્રુપ બનાવી અવારનવાર વિડીયો અપલોડ કરી સનાતન ધર્મ વિશે માહિતી ફેલાવતો હતો. આરોપીએ આર્ય સમાજને બદનામ કરવા સારુ યુ-ટ્યુબ તથા ટેલિગ્રામ ચેનલ ઉપર વિડીયો તેમજ પોસ્ટ કરેલી છે.

To Top