Top News

More Posts

   The Latest

Most Popular

નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway 48) ઉપર રણોદ્રા પાટિયા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 91 હજારના વિદેશી દારૂ (Alcohol) ભરેલી કાર સાથે બેને ઝડપી પાડયા હતા. જયારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

  • રણોદ્રા પાટિયા પાસેથી 91 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયા
  • નવસારી એલ.સી.બી.એ વિદેશી દારૂ ભરેલી કાર સાથે સુરતના બેને ઝડપી પાડયા

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર રણોદ્રા પાટિયા પાસેથી એક ડસ્ટર કાર (નં. જીજે-21-એક્યુ-3020) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 91,700 રૂપિયાની વિદેશી દારૂની 402 નંગ બાટલીઓ મળી આવતા મૂળ અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામે આહીર શેરી અને હાલ સુરત અમરોલી છાપરા ભાઠા સરિતા સાગર સોસાયટીમાં રહેતા જયદેવ મધુભાઈ ગરણીયા તેમજ મૂળ મહેસાણા જીલ્લાના બહેચરાજી તાલુકાના મોઢેરા ગામના અને હાલ સુરત અમરોલી છાપરા ભાઠા સ્ટાર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા રીતિજ્ઞ અરવિંદભાઈ પટેલને ઝડપી પાડયા હતાં.

પોલીસે જયદેવ અને રીતિજ્ઞની પૂછપરછ કરતા સેલવાસમાં રહેતા રાજુએ વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાનું કબુલતા પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2 લાખની કાર અને 10,500 રૂપિયાના 3 મોબાઈલ મળી કુલ્લે 3,02,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

To Top