Entertainment

શું અનુષ્કા શર્મા ખરેખર પ્રેગનેન્ટ છે? વાયરલ વીડિયોમાં એક્ટ્રેસનો બેબી બમ્પ દેખાયો

મુંબઇ: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) હંમેશા કોઇને કોઇ કારણસર ચર્ચામાં હોય છે. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના (Pregnancy) સમાચાર મીડિયામાં ફરતા હતા. જેને લઇને હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ તાજેતરના વીડિયોમાં અભિનેત્રીનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વિરાટ અને અનુષ્કાના ઘરમાં ફરી એકવાર હાસ્યની કિલકારીઓ ગુંજવાની છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમની પ્રાઈવસીનું ખૂબ ધ્યાન રાખે છે. તેમને મીડિયાની હેડલાઇન્સમાં રહેવું પસંદ નથી. જો કે ચાહકો તેમના મનપસંદ કપલના જીવન સાથે જોડાયેલી બાબતોમાં ઘણો રસ લે છે. અનુષ્કાની પ્રેગ્નન્સીના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ સમાચાર પર વિરાટ કે અનુષ્કાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ દંપતીએ ન તો આ સમાચારને નકાર્યા કે પુષ્ટિ પણ કરી નથી. જો કે અનુષ્કાના તાજેતરના વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે ગર્ભવતી છે.

વાયરલ વીડિયો બોલીવુડની ખબરો બહાર પાડવા માટે ફેમસ વાઈરલ ભિયાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આમાં અનુષ્કા શર્મા બ્લેક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રી પોતાના બેબી બમ્પને ઢીલા કપડામાં છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વિરાટ તેની સાથે છે અને બંને હાથ પકડીને એકસાથે ચાલતા જોવા મળે છે. આ વીડિયો પછી અનુષ્કાની બીજી પ્રેગ્નન્સીના સમાચારે જોર પકડ્યું છે.

અનુષ્કા-વિરાટનો વાયરલ વીડિયો બેંગલુરુનો હોવાનું કહેવાય છે, જેમાં બંને હોટલમાંથી બહાર નીકળતા જોવા મળે છે. વિરાટ અને અનુષ્કા એક દીકરી વામિકાના માતા-પિતા છે. અનુષ્કાએ વર્ષ 2021માં 11 જાન્યુઆરીએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે અભિનેત્રીની બીજી પ્રેગનન્સીના સમાચાર સામે આવતા જ ચાહકોએ તેને શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું છે. જો કે વિરાટ અને અનુષ્કા તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Most Popular

To Top