Top News

More Posts

   The Latest

Most Popular

મુંબઇ: રશ્મિકા મંદના (Rashmika Mandanna) હાલમાં જ તેના ડીપફેક વીડિયોના (Deepfake Video) કારણે ચર્ચામાં હતી. રશ્મિકા બાદ હવે બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કાજોલ (Kajol) પણ આ ટેક્નિકનો શિકાર બની છે. કાજોલનો એક અશ્લીલ વીડિયો સામે આવ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

આ વીડિયોમાં અભિનેત્રીને ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અશ્લીલ રીતે રજૂ કરવામાં આવી છે. ડીપફેક સાથે એડિટ કરાયેલા વીડિયોમાં અભિનેત્રીને કપડાં બદલતી જોઈ શકાય છે. કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર તેના ફેન્સ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે ‘કાજોલ દેવગન કેમેરામાં કપડાં બદલતા ઝડપાઈ ગઈ હતી.’

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાજોલ કેમેરાની સામે કપડાં બદલતી જોવા મળે છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે કાજોલ નથી, પરંતુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેણે તેનો આ વીડિયો Tik-Tok પર શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે તેણે આ વીડિયો જૂન મહિનામાં શેર કર્યો હતો. જો તમે આ વિડિયોને ધ્યાનથી જોશો તો તમને ચહેરો ઘણી વખત બદલાતો દેખાશે.

તમને જણાવી દઈએ કે રશ્મિકા મંદનાના કેસમાં દિલ્હી પોલીસે 10 નવેમ્બરે તેની વિરુદ્ધ FIR દાખલ કરી હતી. જે બાદ તેઓ 15 નવેમ્બરે આરોપીને શોધી કાઢ્યા હતા.જો કે આ મામલે દિલ્હી પોલીસના IFSO યુનિટે બિહારના એક 19 વર્ષના યુવકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી છે.

To Top