SURAT

ડીંડોલીમાં માથાભારે રાજુ કાળિયાના ગુંડાઓનો આતંક, વગર વાંકે જાહેરમાં ચારને માર્યા

સુરતઃ નવાગામ ડીંડોલી નજીકના શિવાજી પાર્ક પાસે નાસ્તાની લારી ચલાવતા મધ્યપ્રદેશવાસી પરિવાર ના ચાર જણા ને જાહેરમાં ચપ્પુના ઘા મારી પતાવી દેવાની કોશિશ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. નાસ્તાની લારી ચાલકે મોબાઇલ ગીરવે નહિ લેતા હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. ભર બપોરે માથાભારે રાજુ કાળિયા ના સાળા અને એના માણસોના હાથે ઘવાયેલા તમામને સિવિલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

  • નવાગામના શિવાજી પાર્ક નજીકની ઘટના
  • મોબાઈલ ગીરવે લેવા મામલે ઝઘડો કર્યો
  • લારીવાળા અને તેના પરિવારને માર માર્યો

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે નાના ધંધાદારીઓએ પણ હપ્તા આપવા પડે છે, પોલીસના પીઠબળ ને કારણે આવા તત્વો બેફામ બન્યા છે, એટલે સામાન્ય નાગરિક અસુરક્ષિત છે.

છોટુ પ્રજાપતિ (ઈજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે ઘટના બુધવારની બપોરની હતી. માથાભારે રાજુ કાળિયા ના સાળા સુમિત મોબાઇલ ગીરવે મુકવા આવ્યો હતો. ના પાડતા જ બબાલ પર ઉતરી પડ્યો હતો. કોઈ સમજ આવે તે પહેલા એને ફોન કરી એના અસામાજિક તત્વોને બોલાવી લીધા હતા. બસ માણસો આવતા જ હુમલો કરી દીધો હતો.

બચાવવા પડેલા ભાઈઓ અને એમના દીકરાઓને પણ જાહેરમાં ઉપરા ઉપરી ઘા મારી આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી દીધો હતો.

વધુમાં જણાવ્યું હતું કે નવાઈની વાત એ હતી કે કોઈ મદદે ન આવ્યું, હુમલાખોરો ભાગી ગયા બાદ ઘવાયેલા તમામ ને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા. જ્યાં તમામને દાખલ કરવાની ફરજ પડી હતી. પોલીસની નિષ્ક્રિયતાનું આ એક ઉદાહરણ છે.

ઇજાગ્રસ્તો: રામચરણ શ્રવણ પ્રજાપતિ (46 વર્ષરહે. ગુરુકૃપા નગર નવાગામ ડિંડોલી), રાજ પ્રજાપતિ, રવિ પ્રજાપતિ, રાજુ પ્રજાપતિ, છોટુ પ્રજાપતિ.

Most Popular

To Top