National

મશીન બગડતાં ટનલમાં ફસાયેલા 40 મજૂરોનું બચાવકાર્ય હાલ સ્થગિત, બેકઅપ પ્લાન તૈયાર

નવી દિલ્હી: ગુરુવારે સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાને (Tunnel Accident) પાંચ દિવસ વીતી ગયા છે. આજે બચાવકાર્યનો (Rescue) છઠ્ઠો દિવસ છે. ગત મંગળવારે સુરંગની અંદર ફસાયેલા 40 મજૂરોને (Worker) બચાવવા માટે દેહરાદૂનથી ઓગર મશીન મંગાવવામાં આવ્યું હતું, પરંતુ ક્ષમતા ઓછી હોવાને કારણે મંગળવારે મોડી રાત્રે તેને દૂર કરવામાં આવી હતી. જે બાદ દિલ્હીથી (Delhi) 25 ટન વજનનું અત્યાધુનિક ઓગર મશીન મંગાવવામાં આવ્યું હતું. જેના માલસામાનને બુધવારે સેનાના ત્રણ હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા ચિન્યાલીસૌર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. તેમજ હવે ખબર મળી છે કે ટનલમાં બે મજૂરોની તબિયત બગડી છે.

અત્યાર સુધી અમેરિકન ઓગર મશીન વડે 24 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. શુક્રવારે સવારે ડ્રિલિંગ કરતી વખતે મશીનની સામે એક પથ્થર આવ્યો હતો. અમેરિકન ઓગર મશીન દ્વારા 900 મીમી વ્યાસની લગભગ 10 થી 12 પાઈપો નાખવાની છે. બેકઅપ માટે ઈન્દૌરથી અન્ય મશીન મંગાવવામાં આવી રહ્યું છે. હાલમાં કાર્યરત મશીનમાં કોઈ ખામીના કિસ્સામાં, બેકઅપ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

શુક્રવારે સવારે ડ્રિલિંગ કરતી વખતે મશીનની સામે એક પથ્થર આવ્યો હતો. અમેરિકન ઓગર મશીન દ્વારા 900 મીમી વ્યાસની લગભગ 10 થી 12 પાઈપો નાખવાની છે. આ મશીન એક કલાકમાં પાંચથી છ મીટરનું ડ્રિલિંગ કરે છે, પરંતુ પાઈપ વેલ્ડિંગ અને યોગ્ય ગોઠવણીમાં લગભગ એકથી બે કલાકનો સમય લાગે છે. જેના કારણે કામદારોને બહાર કાઢવામાં ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત અભિયાનની પ્રગતિને અપડેટ કરી રહ્યા છે. ટનલ નિર્માણમાં બેદરકારીને લગતા પ્રશ્ન પર તેમણે કહ્યું કે અત્યારે અમારી પ્રથમ પ્રાથમિકતા 40 કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની છે. તેમજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહારાએ કહ્યું કે ઘટના બાદ સુરંગમાં હ્યુમ પાઈપ નાખવામાં આવી રહી છે, જ્યારે ટનલ બનાવતાની સાથે જ હ્યુમ પાઈપ નાખવી જોઈતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સુરંગમાં ફસાયેલા લોકોના પરિવારજનો સાથે સુરંગની બહાર દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. દિવાળીની રજા હતી ત્યારે ટનલની અંદર કામ કેમ કરવામાં આવી રહ્યું છે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. તેમણે ટનલમાં બચાવ કાર્ય દરમિયાન અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Most Popular

To Top