SURAT

સુરત: કતારગામમાં બંધ મકાનમાં એસીના શોર્ટ સર્કિટને કારણે આગ

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે આગ (Fire) લાગી હતી. કતારગામના એ.કે રોડના એક બંધ મકાનમાં આગ લાગતા સમગ્ર ફાયર વિભાગ (Fire brigade) દોડતું થઇ ગયું હતું. તેમજ ફાયરવિભાગની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં કોઇ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ ઘરનો મોટાભાગનો સામાન બળીન ખાખ થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ સુરત અશ્વનિકુમાર રોડ નજીકના એક બંધ મકાનમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ફાયર ઓફિસર યશ મોઢએ જણાવ્યું હતું કે ઘટના એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે બની હતી. આગ લાગ્યા બાદ સમય સર ફાયરની જાણ કરી દેવાતા ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલ કરી દેવાય હતી. જોકે ઘરનો ઘણો સામાન બળીને ખાક થઇ ગયો હતો.

વધુમાં ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 12:56 વાગ્યે બની હતી. એ.કે રોડ જાડા બાવાની દરગાહ નજીક એક બંધ મકાનમાંથી ધુમાડો નીકળી રહ્યો હોવાનો કોલ મળતા જ કતારગામ ફાયર સ્ટેશનને મદદ માટે રવાના કરાઈ હતી. તેમજ ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલ કરી દેવાઇ હતી. આગ સામાન્ય હતી. પરંતુ ઘર વખરી બળી ગઈ હતી.

કતારગામના સબ ફાયર ઓફિસર યશ મોઢએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ટીમ સાથે ઘટના સ્થળ પર ગયા ત્યારે લોકોની ભીડ આગને કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહી હતી. ઘટના સ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યુ હતુ કે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં આગ લાગી હતી. મકાન માલિક પાવાગઢ ફરવા નીકળ્યા બાદ આગ લાગી હતી. તપાસમાં ગાદલા, પંખા, સેટી સહીતનુ ફર્નિચર બળીને ખાક થઇ ગયું હતું.

ઘર માલિક રાજમાની પાંડેએ જણાવ્યું હતું કે આ મકાન 40 વર્ષ જૂનું છે અને અહીંયા તેમનો દીકરો રહે છે. તેઓ યુપીના રહેવાસી છે અને મિલમાં સુપર વાઇઝર તરીકે કામ કરતા હતા. તેઓએ આગની જાણ થયા બાદ ફાયરને જાણ કરી દીધી હતી. ત્યારે ફર્નિચર સહિતનો સામાન બળી ગયો છે. તપાસ કરતાં એસીમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top