Gujarat

અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેનને ઉધના સુધી લંબાવાઈ

સુરતઃ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દિવાળીની મોટી ભેટ આપી છે. ત્રણ વંદે ભારત ટ્રેનના રૂટ લંબાવવામાં આવ્યાં છે. જે પૈકી એક ટ્રેનને સુરતના ઉધના સુધી લંબાવવામાં આવી છે.

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી માહિતી જાહેર કરી હતી કે ત્રણ વંદે ભારત ટ્રેનના રૂટ લંબાવવામાં આવ્યાં છે. જેના કારણે મુસાફરોની સફરની ગતિમાં થશે વધારો.

યાત્રીઓની અનુકૂળતામાં વધારો કરવા માટે ટ્રેન નંબર 20661/62 KSR બેંગલુરુ-ધારવાર વંદે ભારત એક્સપ્રેસને બેલગવી સુધી લંબાવી છે. 22925/26 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઉધના ( સુરત ) સુધી લંબાવી છે. 22549/50 ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને પ્રયાગરાજ સુધી લંબાવી છે.

સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ

24 સપ્ટેમ્બરે અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ વંદે ભારત ટ્રેન જામનગરથી અમદવાદ વચ્ચે દોડતી હતી. રાજકોટમાં તેનું સ્ટોપ છે. આ વંદે ભારત ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઇને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે દોડતી હતી. હવે આ ટ્રેન સુરતના ઉધના સુધી દોડશે. રેલવેના આ નિર્ણયનો સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Most Popular

To Top