Sports

SL vs NZ: શ્રીલંકા 171 રન પર ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળ્યો સરળ ટાર્ગેટ

નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની (World cup 2023) 41મી મેચ ન્યૂઝીલેન્ડ (Newzealand) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગ્લોરના (Banglore) એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 171 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 46.4 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુસલ પરેરાએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. તિક્ષીનાએ 38 અણનમ રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 172 રનના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરવાનો પ્રયાસ કરશે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લેશે.

શ્રીલંકાની પ્લેઇંગ 11 ટીમ: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટ/કેપ્ટન), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, મહિષ તિક્ષાના, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા.

ન્યુઝીલેન્ડની પ્લેઇંગ 11 ટીમ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટોમ લાથમ (વિકેટમાં), ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

Most Popular

To Top