World

ઇઝરાયેલ દરરોજ ચાર કલાક હુમલા બંધ કરવા સંમત થયું, લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાંઓ પર બોમ્બમારો

નવી દિલ્હી: ઇઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝામાં (Gaza) ઇઝરાયેલી સેનાનું ઓપરેશન ચાલુ છે. ગુરુવારે રાત્રે ઇઝરાયેલી આર્મી (IDF)એ ગાઝામાં અલ-શિફા હોસ્પિટલ (Hospital) સંકુલના એક યાર્ડ પર બોમ્બમારો કર્યો હતો. જેમાં અનેક જાનહાનિ થયાની માહિતી સામે આવી છે. આ પહેલા ઈઝરાયલી દળોએ ગાઝા પટ્ટીના ઉત્તરમાં જ્યાં હમાસના આતંકવાદીઓ છુપાયેલા હતા તે વિસ્તાર પર ગોળીબાર કર્યો હતો. બંને પક્ષોએ એકબીજાને ભારે નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો હતો. તેમજ અમેરિકાએ (America) કહ્યું કે ઇઝરાયેલ દરરોજ ચાર કલાક માટે હુમલા રોકવા માટે સંમત છે.

યુએનના માનવાધિકાર વડાએ યુદ્ધવિરામની હાકલ કરતા કહ્યું કે બંને પક્ષોએ એક મહિનામાં અનેક યુદ્ધ અપરાધો કર્યા છે. હમાસ શાસિત પ્રદેશના ઉત્તરમાં આતંકવાદી ગઢ ગણાતા ગાઝા શહેરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી ટેન્કોએ શહેરને ઘેરી લીધું છે. ઇઝરાયેલી સૈનિકો બે હોસ્પિટલોની નજીક જતા જોવા મળ્યા હતા જ્યાં હજારો વિસ્થાપિત પેલેસ્ટિનિયન આશ્રય શોધી રહ્યા છે. તેણે અહીં મૂળભૂત પુરવઠો કાપી નાખ્યો છે, જેના કારણે પેલેસ્ટિનિયન નાગરિકોને દવાઓ, ખોરાક અને પાણી પણ આપવામાં આવી રહ્યું નથી. બીજી બાજુ ફ્રાન્સમાં, 80 દેશો અને સંગઠનોએ ગાઝામાં માનવતાવાદી સહાયનું સંકલન કરવાના માર્ગો પર બેઠક યોજી હતી. બેઠકમાં ગાઝામાં ઘાયલોને ઘેરામાંથી બહાર કાઢવામાં મદદ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શુક્રવારે ​​સવારે જાહેરાત કરી છે કે નાગરિક નુકસાન ઘટાડવા ગાઝામાં હવાઈ હુમલાઓ હાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હિઝબુલ્લાહની હરકતો જોઈને IDF ફાઇટર પ્લેન્સે બોમ્બમારો કર્યો અને લેબનોનમાં તેના આતંકવાદી માળખાને નષ્ટ કરી દીધો. જો કે ઇઝરાયેલ માનવતાના ધોરણે ઉત્તર ગાઝામાં હમાસ પરના હુમલાને દિવસમાં ચાર કલાક માટે રોકવા માટે સંમત થયું હતું. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, તેણે નાગરિકોને લડાઈથી બચાવવા માટે વિકલ્પોની શોધ કરી છે. સોમવારે રાષ્ટ્રપતિ બિડેને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને યુદ્ધમાં દૈનિક વિરામ માટે વાતચીત કરી હતી.

અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે દોહામાં ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના વડા અને કતારના પીએમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ-થાની સાથે મુલાકાત કરી અને હમાસના બંધકોને છોડાવવા અંગે ચર્ચા કરી હતી.

Most Popular

To Top