SURAT

ટ્રકમાં બેસીને આવેલા લૂંટારાઓએ કારીગરોને બંધક બનાવી કડોદરાની મિલમાં લાખોની લૂંટ ચલાવી

સુરત: શહેર જિલ્લામાં પોલીસનો (Police) કોઈ ધાક રહ્યો ન હોય તેમ ચોર લૂંટારા (Robbers) બેફામ બન્યા છે. શહેર જિલ્લામાં ચોરી, લૂંટફાંટની ઘટનાઓમાં ચિંંતાજનક હદે વધારો થયો છે, ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના રવિવારની (Sunday) રાત્રે સુરત જિલ્લામાં (Surat) બની હતી. કડોદરા બારડોલી રોડ પર આવેલી એક મિલમાં લૂંટારા ત્રાટક્યા હતા અને કામદારોને બંધક બનાવીને લાખો રૂપિયાનો મુદ્દામાલ લૂંટી ગયા હતા.

ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતના કડોદરા-બારડોલી (Kadodara Bardoli) રોડ પર આવેલી એક મિલમાં રવિવારે મોડી રાત્રે લૂંટ થઈ છે. લૂંટારુઓ અંદાજે 20 ટન કોપર વાયર (Copper) લૂંટી ગયા છે. જેની કિંમત લાખો રૂપિયા થાય છે. આ લૂંટમાં ચોંકાવનારી બાબત એ છે કે લૂંટારાઓએ 15થી વધુ કામદારોને મિલમાં જ બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો હતો.

વધુમાં મળતી માહિતી અનુસાર કડોદરા બારડોલી રોડ પર આવેલી ધનલક્ષ્મી મેટલ ઈન્ડસ્ટ્રી મિલમાં રવિવારની રાત્રે લૂંટ થઈ છે. લૂંટારાઓ ટ્રકમાં આવ્યા હતા અને મિલમાં ઘુસીને 15 જેટલાં કામદારોને હથિયારો બતાવી બંધક બનાવી દીધા હતા. લૂંટારુઓ પાસે ઘાતક હથિયારો સાથે આવ્યા હતા અને આશરે 20 ટનથી વધુ કોપર પ્રોડક્ટ ટ્રકમાં ભરી ભાગી ગયા હતા.

વધુ તપાસમાં લૂંટારુઓ મિલના સીસીટીવીના ડીવીઆર પણ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ બાદ કડોદરા પોલીસ, એલસીબી, એસઓજી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. હાલ આખી ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

વાપીમાં 10 લાખથી વધુની મત્તાની લૂંટ ચલાવાયી હતી
મળેલ વિગતો મુજબ વાપી નજીકના ભડકમોરા સુલપડમાં એમ.જે.માર્કેટ શોપમાં આવેલી શ્રી અંબિકા જ્વેલર્સના દુકાન માલિકે કારમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડા 50 હજાર મળી કુલ રૂ.10,70,000ની મત્તા ભરેલી બેગ સીટ ઉપર મૂકી હતી. તે સમયે એક ઈસમે તમંચો તાકી દધો હતો, જ્યારે બીજા એક ઈસમે હવામાં ફાયરીંગ કર્યુ હતું. અને કારમાં મુકેલા ઘરેણાં તથા રોકડ ભરેલી બેગની લૂંટ કરી હતી. તે બાદ બાઈક પર આવેલા ઈસમ સાથે ત્રણેય ફરાર થઈ ગયા હતાં. જેની જાણ પોલીસને થતાં જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાની આસપાસ આવેલા સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી હતી.

રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ સોનાના 7 લાખ, ચાંદીના 3.20 લાખના ઘરેણા અને વેચાણના મળેલા રોકડા 50 હજાર મળી કુલ રૂ.10,70,000 બેગમાં લઈ તેઓએ દુકાન સામે પાર્ક કરેલી કારમાં મૂકી વાહન સાફ કરી રહ્યા હતા, તે સમયે પાછળથી એક ઈસમે હાથમાં કટ્ટો લઈને આવી તેમની ઉપર તાકી દેતા તે ગભરાઈ ગયા હતા. અને કારની આગળ તરફ જતા રહ્યા હતા ત્યારે બીજો એક ઈસમ પણ હાથમાં કટ્ટો લઈને આવ્યો અને હવામાં ફાયરીંગ કરી કાર નં. જીજે-15 સીકે-4367માં મૂકેલા સોના-ચાંદીના અને રોકડ ભરેલી બેગની લૂંટ કરી હતી.

Most Popular

To Top