વડોદરા: દિલ્હી (Delhi) થી વડોદરા (Vadodara) આવી રહેલા એર ઇન્ડિયાના (Air India) 120 મુસાફરોએ (Passengers) ફલાઇટ (Flight) રિશીડ્યુલ થતા દિલ્હી એરપોર્ટ પર...
વડોદરા: (Vadodara) આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેથી લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધીના દ્વારા મંગાવાયેલા વિદેશી દારૂનું (Alcohol) કટિંગ ચાલતુ હતી. તે વેળા...
ખેરગામ: (Khergam) ખેરગામ સહિત તાલુકાના વિસ્તારોમાં નવા વર્ષના આગમનની સાથે જ ફૂલ ગુલાબી ઠંડીની (Cold) શરૂઆત થઈ ચૂકી છે. બુધવાર અને ગુરુવારના...
મુંબઇ: કોરિયન (Korean) પોપ બેન્ડ BTS ક્યારેક તેના ગીતો (Songs) માટે તો ક્યારેક તેની ટીમના સમાચાર માટે હેડલાઇન્સમાં રહે છે. તમને જાણીને...
ઇસ્લામ સમુદાયના પવિત્ર શહેર મક્કામાં (Makkah) સોનાનો (Gold) વિશાળ ભંડાર મળી આવ્યો છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં પવિત્ર શહેર મક્કામાં સોનાના વિશાળ ભંડારની...
સુરત : અયોધ્યામાં (Ayodhya) 22મી જાન્યુઆરીએ યોજનારા ઐતિહાસિક રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટન અને પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. દેશભરના કરોડો...
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CM Arvind Kejriwal) ત્રણ સમન્સ (Summons) જારી કર્યા છે. જે બાદ...
દિલ્હી: (Delhi) દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ મોહલ્લા ક્લિનિકમાં (Clinic) નકલી ટેસ્ટના મામલામાં સીબીઆઈ (CBI) તપાસના આદેશ આપ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મોહલ્લા...
કેપટાઉન: કેપટાઉનમાં (CapeTownTest) ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam) ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં માત્ર પોણા બે દિવસમાં આ ટેસ્ટ મેચ...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ટૂંક સમયમાં ‘ન્યાય યાત્રા’ શરૂ કરવા જઈ રહી છે. આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થશે. અગાઉ ગુરુવારે આ...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) લક્ષદ્વીપના (Lakshadweep) પ્રવાસે ગયા હતા. આ પ્રવાસની રસપ્રદ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વડાપ્રધાને શેર કર્યા...
અમદાવાદ: નવા વર્ષની શરૂઆત સાથે જ અમદાવાદ (Ahmedabad) શહેરે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ માત્ર ગુજરાત (Gujarat) જ નહિ પરંતુ...
નવી દિલ્હી: અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં આગામી તા. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલાના અભિષેક સાથે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર...
કેપટાઉન(Capetown): ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝની (IndVsSouthAfircaTestSeries) બીજી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. ભારતને પ્રથમ મેચમાં એક ઈનિંગ અને 32...
મહારાષ્ટ્ર: ભગવાન રામને માંસાહારી (Carnivorous) કહેનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) ધારાસભ્ય (MLA) જિતેન્દ્ર આવ્હાડે માફી (Apology) માંગી છે. તેણે કહ્યું છે કે...
સુરત(Surat): આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું (RamMandir) ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે. મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) હસ્તે...
ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં (World) લોકોએ ઉત્સાહ સાથે 2023ને વિદાય આપી અને 2024નું ભવ્ય રીતે સ્વાગત કર્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે (Indian...
વલસાડ : વલસાડના (Valsad) ગ્રામ્ય વિસ્તારની ફણસવાળા સ્કૂલમાં (School) અભ્યાસ કરતા ધોરણ 11 ના બે વિદ્યાર્થીઓ (Student) શાળાએ બુલેટ (Bullet) પર આવ્યા...
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીને લેડીઝ ટોયલેટમાં આધેડ દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવતા મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાને...
સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે નજીવી બાબતે એક યુ.પીના (U.P) વતનીની હત્યા (Murder) કરાઇ હતી. હત્યાનું કોઇ સ્પષ્ટ કારણ...
સુરત(Surat): આખા ગુજરાતમાં (Gujarat) હૃદય રોગમાં (HeartAttack) મોતને (Death) ભેટતા બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સલાબતપુરામાં હોમિયોપેથિક (Homeopathic) ક્લિનિકમાં સારવાર...
સુરત(Surat): સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના નર્સિંગ (NursingStaff) કર્મચારીઓ આજે વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન (Protest) કરતા તંત્ર દોડતું...
સુરત: પતંગ (Kite) પકડવા જતાં ડભોલી ગામનો યુવક 30 ફૂટ ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત (Injured) થયો હતો. જેથી તેને સારવાર...
લીમખેડા, તા.૩લીમખેડામાં માર્કેટ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ બારીયાનુ ગઈકાલે સાંજે ટૂંકી માંદગીમાં અવસાન થયું હતું, તેમને સંતાનમાં દીકરો ન હતો અને બે દીકરીઓ...
સિંગવડ તા.૩દાહોદ જિલ્લાના પીપલોદ થી સિંગવડ થઈને સંજેલી રાજ્ય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ઉબડખાબડ બનતા વાહન ચાલકો માટે રસ્તો જોખમી બન્યો છે...
લીમખેડા, તા.૩લીમખેડા તાલુકાના મોટા માંડીબાર ગામના આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી જીઓ તેમજ વોડાફોન કંપનીના ધારકો નેટવર્કના અભાવે ભારે હાલાકી ભોગવવા...
અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યા (Ayodhya) રામ મંદિરની (RaamMandir) વિશેષ ફિચર્સની (Features) જાહેરાત કરી છે. ટ્રસ્ટે મંદિર સંકુલના તમામ...
તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો દાહોદ, તા.૩દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવનો ફુકાતા વાતાવરણ ઠંડુ ગાળ...
નસવાડી, તા.૩નસવાડીમાં શિવનગર વિસ્તારમાં ગટર ઉભરાતા રાહદારીઓ ગટરના દૂષિત પાણી થી હેરાન પરેશાન રોડ ઉપર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે નજીકમાં...
આણંદ | પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’નો કાર્યક્રમ આણંદ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા અંબા માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા: દિલ્હી (Delhi) થી વડોદરા (Vadodara) આવી રહેલા એર ઇન્ડિયાના (Air India) 120 મુસાફરોએ (Passengers) ફલાઇટ (Flight) રિશીડ્યુલ થતા દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. ઝીરો વિઝીબિલિટી હોવાના કારણે વહેલી સવારની ફલાઇટ રિશીડ્યુલ કરવામાં આવી હતી. જેનાથી અટવાઈ ગયેલા 120 મુસાફરોએ એર ઇન્ડિયાના મેનેજમેન્ટ સામે રોષ વ્યકત કર્યો હતો.
એર ઇન્ડિયાની AI 823 ફલાઇટ સવારે 4.35 કલાકે દિલ્હી એરપોર્ટ થી ટેકઓફ થવાની હતી.અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. જોકે દિલ્હી એરપોર્ટ પર વિઝીબિલિટી ન હોવાના કારણે ફલાઇટને રિશીડ્યુલ કરવામાં આવી હતી. જેના કારણે મધ્યરાત્રીએ એરપોર્ટ પર પહોંચેલા 120 મુસાફરો રોષે ભરાયા હતા. તે જ સમયે દિલ્હી થી વડોદરા આવતી ઈન્ડિગોની ફલાઇટ સમયસર ઉડ્ડયન કરીને વડોદરા પહોંચી ગઈ હતી. જેની જાણ મુસાફરોને થતા એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે રોષ વ્યકત કર્યો હતો.
વિઝીબિલિટીના બહાને ફલાઇટ રિશીડ્યુલ કરાઈ તો ઈન્ડિગોની ફલાઇટએ કેવી રીતે ઉડ્ડયન કર્યું તેવા વેધક પ્રશ્નો એર ઇન્ડિયા મેનેજમેન્ટને પૂછવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જેમ પહેલા રેલવેમાં ટ્રેન ડીલે થતી હતી તેમ હવે એર ઇન્ડિયાની ફલાઇટ ડીલે થઈ રહી છે. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે મેનેજમેન્ટને સર્વિસમાં સુધારો કરવાની જરાય પડી નથી. આ ઘટનાથી 120 જેટલા મુસાફરોને 4 કલાક સુધી દિલ્હી એરપોર્ટ પર મુશ્કેલી વેઠવી પડી હતી.
10:45 વાગ્યે અમે વડોદરા પહોંચ્યા હતા
જે ફ્લાઇટ ઉડવાની હતી એ સાડા છ વાગ્યે લેન્ડ થવાની હતી અને આ લોકોએ અમને કોઈ ક્લિયરન્સ નથી મળ્યું તેમ જણાવ્યું હતું. પણ જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટને ક્લિયરન્સ મળી ગયું અને અમારી ફ્લાઇટને ન મળ્યું. તેમની પાસે પાયલોટ જ ન હતા અને કહે છે ત્યારે તમે બેસી રહો. કેટલાક લોકો જેઓના સંબંધી અવસાન પામ્યા હોય એવા ટાઈમે પોતાના ઘરે પહોંચવા માટે રાહ જોતા હતા. પણ ફ્લાઈટ સાત વાગ્યે પચાસ મિનિટે કરી અને ત્યાર પછી ફરી એવું કહે છે. ડીલે કરીને નવ વાગીને દસ મિનિટે કરી હતી. હાલ અમે ઘરે આવી ગયા છે. 10:45 વાગ્યે વડોદરા અમે પહોંચ્યા હતા. કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી : ડિપલબેન
દિલ્હી એરપોર્ટ ખાતે અમને ઘણી હાલાકી પડી
4:35 વાગ્યાની ફ્લાઈટ હતી અને કહે છે કે 9 થી 9:30 સુધીમાં ટેક ઓફ થશે. અમે ક્યારના કંટાળી ગયા હતા. શિકાગોથી હું આવ્યો છું ત્યાંથી પણ ચાર કલાક ફ્લાઇટ મોડી હતી. જેથી ના છૂટકે અમારે વડોદરા ની ફ્લાઈટ લેવી પડી હતી. પરંતુ દિલ્હી એરપોર્ટ ખાતે અમને ઘણી હાલાકી પડી હતી : કપિલ ભાઈ
આખી રાત અમે બેસી રહ્યા પણ કોઈ સુવિધા મળી નથી
ફ્લાઇટ જે સમયે ઉપડવાની હતી. જે બાદ 7 : 50 નો ટાઈમ આપ્યો. ત્યાર પછી મેસેજ આવે છે કે ફ્લાઇટને રીસીડ્યુઅલ કરી છે. પણ આ લોકોને કોઈ જવાબદારી જેવું કંઈ પડ્યું જ નથી. કોઈ માણસને ક્યાં જવું છે આખી રાત બેસી રહ્યા છે. કોઈ સુવિધા આપવામાં આવી નથી. ઇન્ડિગોની ફ્લાઇટ જે સવારની લેન્ડ થઈ ગઈ છે તો પછી અમારી ફ્લાઇટ કેમ ન થઈ શકે અને કહે છે કે અમારી પાસે પાયલોટ નથી : મનીષભાઈ